જેફ બેજોસનું અખબાર રહ્યું છે PM મોદીનું ટીકાકાર, સરકારની નીતિ વિશે કહી હતી આ વાત

PC: success.com

ભારત પ્રવાસે આવેલા Amazonના ફાઉન્ડર જેફ બેજોસની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ના થઈ શકી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેની પાછળનું કારણ વોશિંગ્ટન પોસ્ટમાં કેટલાક પ્રસંગોએ બેજોસ દ્વારા કરવામાં આવતી મોદી સરકારની નીતિઓ-યોજનાઓની ટીકા છે. જ્યારે PM મોદી બીજીવાર સત્તામાં આવ્યા હતા, ત્યારે પણ અખબારે દાવો કર્યો હતો કે, તે પોતાના કટ્ટર હિંદુત્વના એજેન્ડાને આગળ વધારી શકે છે.

અમેરિકી અખબારમાં ગત વર્ષે 23 મેના રોજ રિપોર્ટ આવ્યો હતો કે, PM મોદીને બીજીવાર ભારે બહુમત મળી. તેમને વોટ આપનારા મતદાતાઓમાં કટ્ટર હિંદુઓની સંખ્યા વધુ હતી. આથી તે પોપ્યુલારિઝમની તરફ પગલું વધારી શકે છે. તેમની નીતિઓમાં પણ હિંદુત્વની ઝલક જોવા મળી શકે છે. PM મોદીએ પોતાના અગાઉના કાર્યકાળમાં દર વર્ષે એક કરોડ રોજગાર આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ હકીકત તેના કરતા જુદી છે. 45 વર્ષોમાં બેરોજગારીનો દર સૌથી વધુ છે. અખબારમાં કહેવામાં આવ્યું હતું કે, તેમના અગાઉના કાર્યકાળમાં વિકાસ દર સુસ્ત પડી ગયો.

અખબાર અનુસાર, PM મોદીએ બિન-ઉદારવાદના એજેન્ડાને આગળ વધાર્યો. વડાપ્રધાન રહેતા મોદીએ ઔપચારિકરીતે એક પણ પ્રેસ કોન્ફરન્સ ના કરી. તેમના પર સૌથી મોટો આરોપ એ લાગ્યો કે, તેમણે પોતાની ટીકા કરનારા પત્રકારો પર હંમેશાં દબાણ બનાવી રાખ્યું. તેમણે અને તેમની પાર્ટીએ દેશના 18 કરોડ મુસ્લિમોની ચિંતા ના કરી. રામ મંદિરનું નિર્માણ હંમેશાંથી જ તેમની પાર્ટીના એજેન્ડામાં રહ્યું. તેમના બીજા કાર્યકાળમાં તેમની પાર્ટીમાં એક એવી સાંસદ (સાધ્વી પ્રજ્ઞા)ને પસંદ કરવામાં આવી, જેના પર આતંકી ઘટનાને અંજામ આપવાનો આરોપ છે. આ ઘટનામાં ઘણા મુસ્લિમો માર્યા ગયા હતા.

નાગરિકતા કાયદાને લઈને પણ અખબારે PM મોદીની ટીકા કરી હતી. વોશિંગ્ટન પોસ્ટે કહ્યું હતું કે, ભારત મુસ્લિમ શરણાર્થીઓને અલગ રાખીને વિવાદિત નાગરિકતા કાયદો લાવ્યું. PM મોદીએ આ કાયદા દ્વારા મુસ્લિમોને સાવધાન કર્યા. ભારતની 130 કરોડની જનસંખ્યામાં આશરે 18 કરોડ મુસ્લિમો છે. તેમને ડર છે કે, PM મોદી ધર્મનિરપેક્ષ ભારતને એક હિંદુ રાષ્ટ્રમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં હવે મુસ્લિમોને દ્વિતિય શ્રેણીના માનવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટે અનુચ્છેદ 370ને હટાવવાને લઈને 6 ઓગસ્ટે વોશિંગ્ટન પોસ્ટે સાઉથ એશિયન હિસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર કંજવાલનો એક લેખ પ્રકાશિત કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, મોદી સરકારનો આ નિર્ણય અસંવેધાનિક છે. મોદી સરકાર આ કાયદાને હટાવીને કાશ્મીરમાં હિંદુઓની સંખ્યા વધારવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp