આ બાબતમાં PM મોદીએ ટ્રમ્પને પણ પાછળ છોડી દીધા

PC: newsmobile.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાનમાં ઈન્સ્ટાગ્રામ પર આખી દુનિયામાં સૌથી વધુ ફોલો કરાતા નેતા બની ગયા છે. આ ફોટો શેરિંગ એપ પર PM મોદીના કુલ 15.5 મિલિયન ફોલોઅર્સ છે. જણાવી દઈએ કે, લિસ્ટ ટેપ્લોમેસી દ્વારા શેર કરવામાં આવ્યુ છે. જેના હાલના રિપોર્ટમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો બીજા નંબર પર છે. જેના 14 મિલિયન ફોલોઅર્સ છે. તેમના પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા નંબર પર છે, જેમના 10.9 મિલિયન ફોલોઅર્સ છે. જો સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ સક્રિય છે. PM મોદી ઈન્સ્ટાગ્રામ પર જ નહીં પરંતુ ટ્વિટર પર પણ ખૂબ જ સક્રિય રહે છે.

જણાવી દઈએ કે, આ વર્ષે (જુલાઈ મહિનો) એક ગ્લોબલ સ્ટડીમાં એ જાણકારી સામે આવી હતી, જેમાં પોતાના પર્સનલ અકાઉન્ટમાં 4.2 કરોડ ફોલોઅર્સ સાથે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (5.2 કરોડ) અને પોપ ફ્રાન્સિસ (4.7 કરોડ) કરતા પાછળ છે, પરંતુ માઈક્રોબ્લોગિંગ સાઈટ પર પ્રભાવના મામલે તે બીજા સૌથી મહત્ત્વપૂર્ણ વિશ્વ નેતા છે. જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદીના વર્તમાનમાં ટ્વિટર પર 44.6 મિલિયન ફોલોઅર્સ છે.

આ રિસર્ચમાં 951 ટ્વિટર અકાઉન્ટ્સની ગતિવિધીઓનો અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં સરકારોના પ્રમુખ અને વિદેશ મંત્રી સામેલ હતા. 2017માં થયેલી ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીર સૌથી વધુ પસંદીદા તસવીર બની ગઈ છે. જેને લોકોએ સૌથી વધુ લાઈક અને કમેન્ટ્સ આપી છે. આ તસવીર 20 ડિસેમ્બર, 2017ના દિવસે પોસ્ટ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp