71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ

PC: cheatsheet.com

પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને ઘરમાં સેલ્ફ આઈલેશનમાં રાખવામાં આવ્યા છે.

તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 71 વર્ષીય પ્રિન્સ ઓફ વેલ્સ છેલ્લાં ઘણા અઠવાડિયાથી ઘણા બધા લોકોને મળ્યા છે, આથી એ જાણવું મુશ્કેલ છે કે, તેમનામાં કોરોનાનું સંક્રમણ ક્યાંથી આવ્યું.

પ્રિન્સ ચાર્લ્સ રોયલ પરિવારના પહેલા સભ્ય છે, જેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમના એજ ગ્રુપમાં આ વાયરસ તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ અંગે તેમના પ્રવક્તાનું કહેવું છે કે, સામાન્યરીતે તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે અને છેલ્લાં થોડાં દિવસોમાં તેમને આ ખતરનાક વાયરસ લાગ્યો હોવા છતા તેઓ ઘરેથી કામ કરી રહ્યા હતા.

કેમિલા, ડચેસ ઓફ કોર્નવેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, છતા તેઓ સ્કોટલેન્ડમાં બિરખલીમાં પ્રિન્સ ચાર્લ્સ સાથે સેલ્ફ આઈસોલેશનમાં છે, જોકે તે બંનેને અલગ-અલગ રાખવામાં આવ્યા છે.

પ્રિન્સ ચાર્લ્સ પર કોરોના વાયરસનો ટેસ્ટ એબર્ડીનશાયરમાં NHS દ્વારા કરવામાં આવ્યો હતો. તેમનામાં હાલ કોરોના વાયરસના ખૂબ જ માઈલ્ડ લક્ષણો દેખાઈ રહ્યા છે અને તેમનામાં કોરોના વાયરસના લક્ષણો હવા છતા તેઓ છેલ્લાં ઘણા દિવસોથી ઘરેથી જ કામ કરી રહ્યા હતા અને સામાન્યરીતે તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. આ માહિતી તેમના સ્પોક્સ પર્સન દ્વારા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp