ક્વીન એલિઝાબેથને છે સોશિયલ મીડિયા મેનેજરની જરૂર, મળશે આટલો પગાર

PC: royal.uk

મહારાણી એલિઝાબેથ દ્વિતીય માટે સોશિયલ મીડિયા મેનેજરની જરૂર છે. નોકરી માટે રોયલ ફેમીલી તરફથી જોબ લિસ્ટિંગ વેબસાઇટ પર જાહેરાત આપવામાં આવી છે. જોબ લિસ્ટિંગ વેબસાઇટ મુજબ, ડિજિટલ કોમ્યુનિકેશન્સ ઓફિસરે મહારાણી માટે કામ કરવું પડશે. તેમને મહારાણીની ઉપસ્થિતિ અને વૈશ્ચિક મંચ અને વૈશ્વિક મંચ પર જાળવી રાખવા માટે નવી રીતો શોધવી પડશે.

નોકરીની જાહેરાત https://theroyalhousehold.tal.net પર આપેલ છે. વેબસાઇટ મુજબ, ડિજિટલ કોમ્યુનિકેશન ઓફિસરની સેલેરી 30 હજાર પાઉન્ડ (આશરે 26 લાખ 58 હજાર રૂપિયા) વાર્ષિક હશે. તેમને સોમવારથી શુક્રવાર સુધી અઠવાડિયામાં 37.5 કલાક કામ કરવું પડશે. વર્ષમાં 33 દિવસની રજા અને દિવસમાં મફત ભોજન મળશે. આ નોકરી બકિંઘમ પેલેસ માટે હશે.

ઓફિસરને ડિજિટલ અને સોશિયલ મીડિયા પર દરરોજ આવનારી સમાચારની વ્યવસ્થા કરવી પડશે. તેની સાથે કેટલાક ડિજિટલ પ્રોજેક્ટ્સ પણ કામ કરશે. તેમને ડિજિટલ મીડિયા નિષ્ણાતની ટીમ સાથે કામ કરવું પડશે. તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ માટે કંટેન્ટ લખશે. તેમને રોયલ ફેમિલી થી જોડાયેલ બધા પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવું પડશે. અરજી માટે અંતિમ તારીખ 22 મે છે.

યોગ્યતા

ગ્રેજ્યુશનની ડિગ્રી સાથે સાથે વેબસાઇટ મેનેજમેન્ટનો અનુભવ

સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માં વિશેષતા

ડિજિટલ અને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ લખવાનો અનુભવ

કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર કામ કરવાનો અનભુવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp