સીરિયામાં બોમ્બ વર્ષા, 30ના મોત

PC: twitter.com/SyriaCivilDef

ઉત્તર સીરિયા પર થયેલી ભારે બોમ્બ વર્ષામાં લગભગ 30 લોકોના મૃત્યુ થયા છે. હવાઈ હુમલામાં સીરિયાના ઉત્તર-પશ્ચિમમાં આંતકીઓના કબ્જાવાળો વિસ્તાર ઇદ્લિબ અને તેના પાડોશી વિસ્તાર અલેપ્પો શહેરને નિશાનો બનાવવામાં આવ્યો હતો.

ઇદ્લિબના મોટાભાગના વિસ્તારો હાલ આંતકીઓના કબ્જામાં છે અને રાષ્ટ્રપતિ બશર અલ અસદે ચેતવણી આપતા કહ્યું કે હવે આ વિસ્તારોને આંતકવાદીના કબજામાંથી છોડવાનું લક્ષ્ય છે. સીરિયાના ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ મુજબ દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે બોમ્બવર્ષા કરવામાં આવી છે.

આ પહેલા પૂર્વ સીરિયામાં આમેરિકાની સેનાના હુમલામાં ઇસ્લામિક સ્ટેટના લગભગ 28 જેહાદી ઠાર કરવામાં આવ્યા હતા. સીરિયાના ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના પ્રમુખ રામી અબ્દેલ રહેમાને જણાવ્યું કે હવાઈ હુમલા અને ટોપ દ્વારા કરવામાં આવતા હુમલામાં લગભગ 28 આંતકવાદીઓના મૃત્યુ થયા છે.

મોટાભાગના વિસ્તારોમાં ISએ કબજો કર્યો છે

તેમણે જણાવ્યું કે સીરિયન ડેમોક્રેટિક દળો, ગઠબંધન સેના અને કુર્દ તથા આરબ સેનાના ગઠબંધન દ્વારા ઈરાકની સીમા પર આવેલા બીર અલ-મેલેહ વિસ્તારમાં હુમલો કર્યો હતો. તે સમયે સીરિયા અને ઈરાકના લગભગ દરેક વિસ્તારોમાં ISનો કબજો હતો. સીરિયામાં અભિયાન ચલાવીને ISને હટાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp