ચીનની વેકસીનની અસરકારતા ઘટી હોવાનો બ્રાઝિલના ડેટામાં ખુલાસો

PC: aajtak.in

બ્રાઝીલમાં ચીનની સિનોવેક બાયોટેક વેકસીનના નવા ડેટા જાહેર કરવામાં આવ્યા છે. ડેટા મુજબ વેકસીનની અસરકારતા 50.4 ટકા હોવાનું સામે આવ્યું છે. જે આ પહેલાંના જાહેર કરવામાં આવેલા ડેટાની સરખામણીએ સૌથી ઓછી અસરકારતા છે.કોરાના વાયરસના સંક્રમણને નાથવા દુનિયાભરની કંપનીઓએ વેકસીન બનાવવા માંડી હતી અને તેની અસરકારતાના જુદા જુદા દાવાઓ થઇ રહ્યા છે. વેકસીનની અસરકારતાના આંકડાને કારણે લોકો વેકસીન લેવા બાબતે કન્ફયુઝ થઇ રહ્યા છે.

છેલ્લાં સપ્તાહમાં આ વેકસીનના ત્રીજા ચરણની ટ્રાયલના ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વેકસીનની અસરકારકતા 75 ટકા હોવાનું જણાવવામાં આવ્યું હતું. અને તેના ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી  માંગવામાં આવી હતી.

બ્રાઝીલમાં સિનોવેકના વેકસીન પાર્ટનર બુટાનટન ઇન્સ્ટીટયૂટે લોકોને વિનંતી કરી છે કે વેકસીનના નવા એફિશ્યન્સી રેટ પર ધ્યાન ન આપે.ચીનની આ વેકસીનનું નામ કોરોનાવેક આપવામાં આવ્યું છે. બુટાનટ ઇન્સ્ટીટયૂટે બ્રાઝીલ હેલ્થ રેગ્યુલેટરની સામે આ વેકસીનના નવા ડેટા જાહેર કર્યા હતા જેમાં રસીની અસરકરતા 50.4 બતાવવામાં આવી છે.

એની સામે અમેરિકાની ફાઇઝર બાયોનટેક વેકસીનની વાત કરીએ તો ત્રીજા ચરણના ટ્રાયલમાં તેની અસરકારતા 95 ટકા હોવાનું સામે આવ્યું હતું.  અમેરિકાની ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટ મુજબ ફાઇઝરની વેકસીનમાં સામેલ 44,000  સ્વંય સેવકો માંથી 3410 લોકોમાં કોરોનાના લક્ષણો હતા, તેમના ટેસ્ટ નહોતા કરવામાં આવ્યા. જો સ્વંય સેવકો ટેસ્ટમાં પોઝિટિવ આવતો તો વેકસીનની અસરકકારતા 30 ટકાથી પણ ઓછી થઇ જતે.

છેલ્લાં સપ્તાહમાં જારી કરવામાં આવેલા ડેટા મુજબ કોરોનાવેક કોરાના વાયરસના હળવાં લક્ષણો વાળા લોકો પર 78 ટકા જયારે ગંભીર દર્દી પર 100 ટકા કારગત હોવાનું કહેવાયું હતું. જાણકારોએ કહ્યું હતું કે જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે ડેટા સચોટ નથી અને  ડેટામાં પારદર્શિતાની જરૂર છે એ પછી મંગળવારે નવા ડેટા જાહેર કરવામાં આવ્યા હતા.

બુટાનટનના  મેડિકલ ડાયરેકટર રિકાર્ડો પાલસિયોસે કહ્યુ હતું કે કોરાનાના એકદમ હળવા લક્ષણો ધરાવતા લોકો પર વેકસીનનો ટેસ્ટ એકદમ સખત હોય છે કોવિડ-19ની અન્ય વેકસીનની તુલનામાં  આ વેકસીન થોડી જટીલ છે. આ વેકસીન એવી છે કે જેટલી બિમારી ગંભીર હશે એટલો તેનો પ્રભાવ વધારે રહેશે. મતલબ કે કોરોના વાયરસના સંક્રમિત ગંભીર દર્દીઓ પર આ વેકસીન વધારે અસરકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp