બ્રિટનમાં PMની ચૂંટણી હારી શકે છે ઋષિ સુનક, જાણો શું છે પાછળ થવાનું કારણ

PC: khabarchhe.com

બ્રિટનના નવા વડાપ્રધાનના રૂપમાં ભારતીય મૂળના ઋષિ સુનક પોતાના પ્રતિદ્વંદ્વી લીઝ ટ્રસથી ખૂબ પાછળ થઈ રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, બ્રિટનના નવા વડાપ્રધાન બનવાની તેમની સંભાવના ઓછી છે. ઘણા સર્વેક્ષણોમાં ઋષિ સુનક લીઝ ટ્રસથી ખૂબ પાછળ છે. 5 સપ્ટેમ્બરના રોજ બ્રિટનના નવા વડાપ્રધાનના નામની જાહેરાત થવાની છે એવામાં ઋષિ સુનકને એક ગેમ ચેન્જરની જરૂરિયાત છે. આ દરમિયાન ઋષિ સુનકે બ્રિટનમાં અભૂતપૂર્વ વધતી ગરમી અને ઉર્જા સંકટ વચ્ચે નબળા વર્ગના લોકોને 200 પાઉન્ડ સુધી ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો છે.

બ્રિટનમાં બોરિસ જોનસને વડાપ્રધાનનું પદ ગુમાવ્યા બાદ કન્ઝર્વેટિવ સાંસદોની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનલ અને લીઝ ટ્રસ વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી રહી છે. જોકે ડિબેટમાં ઋષિ સુનક લીઝ ટ્રસથી ખૂબ પાછળ થઈ ગયા છે. બ્રિટનવાસીઓને લીઝ ટ્રસની વાતો વધારે પ્રભાવિત કરી રહી છે. જોકે ઋષિ સુનકે ઉર્જા સંકટ વચ્ચે નબળા વર્ગના લોકોને ફ્રી વીજળી આપવાનો વાયદો કરીને માસ્ટર સ્ટ્રોક લગાવવાનો પ્રયત્ન કર્યો છે. બ્રિટનના દૈનિક અખબાર ‘ધ ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ ઋષિ સુનકે પોતાની એક સ્પીચમાં કહ્યું કે, ‘લોકોને હવે એ બાબતે આશ્વસ્ત કરવાની જરૂરિયાત છે કે અમે શું કરીશું, જે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.

ઋષિ સુનકે કહ્યું કે, તેમણે સંપૂર્ણ રીતે મુદ્રાસ્ફિતિ જેવા ઘરેલુ પડકારોને પહોંચીવળવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જેનો આ દેશ સામનો કરી રહ્યો છે. જોકે ઘણા વિશ્લેષકો અને સર્વેક્ષણ બતાવે છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ માટે ઋષિ સુનક સામે મોટો પડકાર છે. જોકે ઋષિ સુનકે કહ્યું તેમને ચૂંટણી હારવાનું પસંદ છે, પરંતુ ખોટા વાયદા નહીં કરે. કન્ઝર્વેટિવ પાર્ટી નેતૃત્વના પરિણામ આવવામાં બસ થોડા જ અઠવાડિયા બચ્યા છે, પરંતુ એમ લાગી રહ્યું છે કે લીઝ ટ્રસની ઋષિ સુનક પર જીત નક્કી છે.

આગામી વડાપ્રધાનના રૂપમાં બોરિસ જોનસનની જગ્યાએ કોણ લેશે, તેનો નિર્ણય 5 સપ્ટેમ્બરે આવી જશે. ગયા અઠવાડિયે આવેલા સર્વેક્ષણમાં સામે આવ્યું હતું કે કઇ રીતે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોની એક મહત્ત્વપૂર્ણ સંખ્યા મેળવવા છતા ઋષિ સુનક વિરુદ્ધ લીઝ ટ્રસે આશ્ચર્યજનક રૂપે વાપસી કરી છે. ગવર્નિંગ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના એક સર્વેક્ષણથી જાણવા મળે છે કે લીઝ ટ્રસ બ્રિટનના વડાપ્રધાનના રૂપમાં બોરિસ જોનસનની જગ્યા લેવાની રેસમાં ઋષિ સુનકથી આગળ છે.

એટલું જ નહીં, સ્વતંત્ર સર્વેક્ષણોએ લીઝ ટ્રસને સતત ઋષિ સુનકથી આગળ વધારતા દેખાડ્યા દેખાડ્યા છે. જેમ જેમ પરિણામોની અંતિમ તિથિ સામે આવી રહી છે, બ્રિટનના વિદેશ સચિવ રહી ચૂકેલા લીઝ ટ્રસ પોતાની લીડ વધારતા નજરે પડી રહ્યા છે. જો આ સર્વેક્ષણ સાચા છે તો વડાપ્રધાનની સ્પર્ધામાં ટ્વીસ્ટ લાવવા માટે  સુનકને એક મોટા ગેમ ચેન્જરની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp