કરાચી પ્લેન ક્રેશવાળી જગ્યાએ ફોટો પડાવવા પહોંચ્યો શાહિદ આફ્રિદી, પાકમાં ઘેરાયો

PC: langimg.com

ક્રિકેટના મેદાન પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની જેમ રાજકારણની પિચ પર બેટિંગ કરવા માટે આગળ વધી રહેલા પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદી કરાચી વિમાન દુર્ઘટના પછી પોતાના દેશમાં ઘેરાઈ ગયો છે. શુક્રવારે કરાચીમાં વિમાન દુર્ઘટના પછી આફ્રીદી લાઈમલાઈટમાં આવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયો. આફ્રીદીના પહોંચતા જ રાહત અને બચાવ કામગીરીનું કામ કરતા લોકો તેમનું કામ છોડીને આફ્રીદી સાથે ફોટો પડાવવા લાગ્યા અને તેના આવભગતમાં લાગી ગયા.

કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન શાહિદ આફ્રીદીએ લોકોને સંબોધિત પણ કર્યા. શાહીદ આફ્રીદીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી તે પોતે પોતાના જ દેશમાં લોકો દ્વારા ઘેરાઈ ગયો છે. પાકિસ્તાની નાગરિક આબિદ હુસૈન ખાને લખ્યું કે, મારું માનવું છે કે ચૂંટણી પંચને ખતમ કરી દેવું જોઈએ અને ચૂંટણી કરાવવા પર હવે કરોડો રૂપિયા ખર્ચ કરવા જોઈએ નહીં. દર વર્ષે ઓલ પાકિસ્તાન ક્રિકેટ લીગમાં એક પ્રધાનમંત્રીની પસંદગી થવી જોઈએ. ઈમરાન ખાન પછી આફ્રીદી બીજો વડાપ્રધાન બનશે.

બુશરા ગોહરે લખ્યું, શાહીદ આફ્રીદીને રાહત અને બચાવ સ્થળે પહોંચવાની પરવાનગી શા માટે આપવામાં આવી. શા માટે ડ્યૂટી પર તૈનાત બચાવ ટીમે આફ્રીદીને જવાનું કહેવાના સ્થાને તેની સાથે ફોટો પડાવવા લાગ્યા. આ મામલે તપાસ થવી જોઈએ. પોતાના પ્રચાર માટે એક દુઃખદ દુર્ઘટનાનો ખૂબ જ ગેરજવાબદાર ઉપયોગ છે. આ પહેલા આફ્રીદીએ કાશ્મીરમાં તસવીર પડાવવા પહોંચી ગયો હતો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાતો કરી હતી.

કરાચી વિમાન ક્રેશમાં 97 લોકોના મોત

જણાવી દઈએ કે, શુક્રવારે પાકિસ્તાનના લાહોરથી કરાચી જઈ રહેલી PIAની ફ્લાઈટ ક્રેશ થઈ હતી જેમાં 97 લોકોના મોત થયા છે. દુર્ઘટના કરાચીમાં લેન્ડિંગ પહેલા સર્જાઈ હતી. ફ્લાઈટ A-320 લાહોરથી, 98 પેસેન્જરોને લઈ કરાચી જઈ રહ્યું હતું અને માલિરમાં મોડલ કોલોનીની પાસે જિન્ના ગાર્ડન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 91 પેસેન્જરો અને ચાલક દળના 8 સભ્યો ફ્લાઈટમાં સવાર હતા. ખબર અનુસાર, પહેલા એક મહિલાની ઓળખ વિમાનમાં સવાર મુસાફરોમાંથી જીવિત વ્યક્તિ તરીકે થઈ હતી. પણ બાદમાં માલૂમ પડ્યું કે તે મહિલા તે વિસ્તારની નિવાસી હતી, જ્યાં વિમાન ક્રેશ થયું હતું.

આફ્રીદીનો કાશ્મીર રાગ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક ભીડને સંબોધિત કરતા શાહિદ આફ્રીદીએ કાશ્મીરનો રાગ વાગોળ્યો હતો. તેણે કહ્યું હતું કે, મોદીએ કાશ્મીરમાં 7 લાખ ભારતીય સૈનિક તૈનાત કર્યા છે. એટલા સૈનિક કે જેટલા આપણી પૂરી પાકિસ્તાન આર્મીમાં નથી. તેણે વડાપ્રધાન મોદી પર ધાર્મિક ઉન્માદનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, મોદી કાશ્મીરીઓ પર ઝુલમ કરી રહ્યા છે અને તેનો જવાબ આપવો પડશે. તેની સાથે જ આફ્રીદીએ સંયુક્ત રાષ્ટ્ર પર પણ સવાલ ઊભા કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp