પાકિસ્તાનના ચમન શહેરમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 10ને ઈજા

PC: twimg.com

પાકિસ્તાનના અફઘાનિસ્તાનની બોર્ડર પાસે આવેલા બલોચિસ્તાનના ચમન શહેરમાં હાજી નિદા માર્કેટમાં સોમવારે એક નિર્માણાધીન ઈમારતની પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેની જાણકારી પોલીસે આપી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને પોતાના રિપોર્ટમાં કાયદા પ્રવર્તન એજન્સીઓનો હવાલો આપતા કહ્યું, ઈમ્પ્રૂવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈઝ (IED)ને શહેરના માલ રોડ વિસ્તારમાં એક મોટરસાયકલ પર લગાવવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પાસે આવેલી એક મિકેનિકની દુકાનમાં આગ લાગવાને કારણે દુકાન બળીને ખાક થઈ ગઈ હતી. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ સમૂહ અથવા વ્યક્તિએ લીધી નથી.

વિસ્ફોટ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, રસ્તાની પાસે ઊભી રહેલી એક મોટરસાયકલમાં વિસ્ફોટ થયો છે. ધડાકાને કારણે આસપાસની ઘણી દુકાનો અને ઘરોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. બચાવ દળ, પોલીસ અને સુરક્ષા દળ ઘટના સ્થળ પર પહોંચી ગયું છે અને ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પાક. વડાપ્રધાન ઈમરાન ખાને ચમન શહેરમાં થયેલા વિસ્ફોટની નિંદા કરવાની સાથે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના સાજા થવાની કામના કરી હતી. જ્યારે મંત્રી એજાઝ શાહે કહ્યું હતું કે, આવા વિસ્ફોટો લોકોમાં ડર ફેલાવવા માટે કરવામાં આવે છે.

આ અગાઉ જુલાઈ મહિનામાં ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના એક વ્યસ્ત બજારમાં એક બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પરચિનાર શહેરના તુરી બજારમાં બોમ્બ ધડાકો એ સમયે થયો, જ્યારે એક ગાડી પર મુકવામાં આવેલા વિસ્ફોટકમાં વિસ્ફોટ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલના મહિનાઓમાં બલૂચિસ્તાનમાં હુમલાઓમાં વૃદ્ધિ જોવા મળી છે. 21 જુલાઈએ તુર્બત બજારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત અને 6 વ્યક્તિને ઈજા પહોંચવાની સૂચના મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp