26th January selfie contest

કોરોના વાયરસ સંક્રમિતનો ઇલાજ કરનારા આ મેડિકલ સ્ટાફની સ્માઇલ થાક દૂર કરી દેશે

PC: newscusp.com

મેડિકલ પ્રોફેશનલ્સ એવા વ્યક્તિઓ હોય છે, જેમના ખભા પર મહામારીના સમયમાં સૌથી મહત્ત્વની અને મુશ્કેલ જવાબદારીઓ હોય છે. મહામારીના સમયમાં હોસ્પિટલો જ્યારે દર્દીઓથી ઉભરાતી હોય અને તમારી પાસે તેમની સારવાર માટે પૂરતા સાધનો કે દવાઓ ન હોય, આવી પરિસ્થિતિમાં પણ ડગ્યા વિના ઊભા રહીને બહાદુરીપૂર્વક પરિસ્થિતિનો સામનો કરવો એ કોઈ ખાવાના ખેલ નથી. હાલ, ચીનના વુહાનમાં ડૉક્ટર્સ અને નર્સ દરરોજ પોતાના જીવને જોખમમાં મુકીને કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

હાલમાં જ આ જીવલેણ વાયરસે ચીન સહિત દુનિયાના તમામ દેશોની ચિંતા વધારી છે અને ચીનમાં તો તેના કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યાં એ પ્રશ્ન પૂછવો અસ્થાને છે કે, ત્યાંના ડૉક્ટર્સ અને નર્સ કેટલો લોડ અનુભવી રહ્યા હશે. તેમ છતા અહીં દર્શાવવામાં આવેલા ફોટામાં વુહાનની તિઆનમેન હોસ્પિટલના મેડિકલ સ્ટાફની મહિલાઓના ચહેરા પર 12 કલાકની થકવી નાંખનારી ડ્યૂટી કર્યા બાદ પણ સ્માઈલ છે.

આ ફોટાઓને વિવિધ મીડિયા ચેનલ્સ, પોર્ટલ્સ અને સોશિયલ સાઈટ્સ પર શેર કરવામાં આવી રહ્યા છે. 12 કલાકની થકવી નાંખનારી અને પોતાના જીવને સતત જોખમમાં મુકતી ડ્યૂટી કર્યા બાદ મેડિકલ સ્ટાફે જ્યારે માસ્ક અને અન્ય પ્રોટેક્ટિવ સાધનો કાઢ્યા હતા ત્યારે આ ફોટા લેવામાં આવ્યા હતા.

આવું હંમેશાં નથી બનતું હોતું કે જ્યારે આપણને આવી મુશ્કેલી પરિસ્થિતિઓ સામે લડતા સાચા હીરોના ચહેરા જોવા મળે. આટલું ભગીરથ કાર્ય કરવા છતા આ ચહેરાઓ ક્યારેય પોતાની ઓળખની આશા નથી રાખતા હોતા. તેઓ બસ એક સાચા હીરોની જેમ પોતાનું કાર્ય અને ફરજ નિભાવ્યે જાય છે. આ ફોટાનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે, કારણ કે માસ્ક અને અન્ય પ્રોટેક્ટિવ સાધનો પહેર્યા બાદ અને સતત ભાગદોડ અને જવાબદારી નિભાવવાને કારણે થાકી ગયા હોવા છતા આ ચહેરાઓ પર સ્માઈલ દેખાઈ રહી છે અને જીવન માટે નવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

Image result for coronavirus doctor face after mask

આ મેડિકલ સ્ટાફની સુંદરતા તેમના ચહેરામાં નહીં પરંતુ તેમના સુંદર અને નિષ્ઠાવાન હૃદયમાં છૂપાયેલી છે અને તે જ તેમને વધુ સુંદર બનાવે છે. 12 કલાક સતત કોરોના જેવા જીવલેણ વાયરસના દર્દીઓ વચ્ચે પોતાના જીવનને જોખમમાં નાંખીને પણ આ લોકો દર્દીઓની સારવાર કરી રહ્યા છે અને 12 કલાક સુધી તેમણે વેઠેલી મુશ્કેલીઓનું જરા પણ દુઃખ કે થાક તેમના ચહેરા પર નથી દેખાઈ રહ્યા, એ જ તો તેમની સુંદરતા છે અને હૃદયની વિશાળતા છે.

રાહત આપનારી વાત એ છે કે, ચીનની સરકારે આ લોકોની મુશ્કલીઓને સમજીને 6000 જેટલા વધારાના મેડિકલ પ્રોફેશનલ્સને વુહાન મોકલ્યા છે અને હવે ચાઈનીઝ આર્મી, નેવી અને એરફોર્સ પણ તેમની આ લડાઈમાં જોડાયું છે અને પોતાના ડૉક્ટર્સને વુહાનની મોટી-મોટી હોસ્પિટલમોમાં દર્દીઓની સારવાર માટે મોકલ્યા છે. આશા રાખીએ કે આ ડૉક્ટર્સ અને નર્સોને તેમના હિસ્સાનો આરામ હવે મળી રહેશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp