બ્રિટને વિઝા પોલીસીમાં કર્યો મોટો ફેરફાર, ભારતીય પ્રોફેશનલ્સને થશે ફાયદો

PC: visareservation.com

બ્રિટનમાં ફાયનાન્સિયલ ટેક્નોલોજી ઈન્ડ્સ્ટ્રીને આગળ વધારવા માટે ત્યાંના નાણાંકીય મંત્રી ઋષિ સુનક માર્ચ મહિનામાં પ્રસ્તુત થનારા પોતાના બજેટના પ્રસ્તાવમાં ટેક વીઝા સિસ્ટમની જાહેરાત કરી શકે છે. આ ફાસ્ટ ટ્રેક વીઝા સાથે સંબંધિત પ્રસ્તાવ માટે તેઓ તૈયારી કરી રહ્યા છે. સુનક દુનિયાભરમાંથી પ્રતિભાશાળી લોકોને આકર્ષિત કરવા માટે કરશે. તેવું તે બ્રિટનમાં સ્ટાર્ટ અપ સ્થાપિત કરવા અને સાત અરબ પાઉન્ડના ફિનટેક સેક્ટરને ગતિ આપવા માટે કરશે.

સ્ટાર્ટઅપની સ્થાપનાથી અર્થવ્યવસ્થાનો વિસ્તાર થશે અને નવા રોજગાર પણ ઉદ્દભવશે. ડેઈલી ટેલિગ્રાફના કહેવા પ્રમાણે, આ સિસ્ટમ અંગે હજુ વધારે કોઈ માહિતી જાણવા મળી નથી પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે આ 2020માં ગ્લોબલ ટેલેન્ટ વીઝા સાથે મળતું આવશે. આ વીઝા સિસ્ટમ પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને આકર્ષિત કરવા માટે બનાવવામાં આવી હતી. બ્રિટને ગ્લોબલ ટેલેન્ટ વીઝા યુરોપિયન યુનિયનથી અલગ થયા પછી આર્થિક ચેલેન્જોને પૂરી કરવા માટે કરવામાં આવી છે.

આ વીઝા સિસ્ટમ દ્વારા દુનિયાની સર્વોત્કૃષ્ટ પ્રતિભાઓને બ્રિટન તરફ આકર્ષિત કરી તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરવાનો છે. ગ્લોબલ ટેલેન્ટ વીઝાથી ભારતીય પ્રોફેશનલ્સને મોટો લાભ થવાનો છે અને ટેકનીક સંબંધિત બ્રિટનમાં જે નવી પહેલ કરશે તેનાથી પણ ભારતને મોટો ફાયદો થશે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના એજન્ટોના દેશના પ્રમુખ સ્થાનો પર કાર્ય કરવાની જાણકારી પ્રકાશમાં આવ્યા પછી બ્રિટન પણ ઈચ્છે છે કે ભારતીય પ્રોફેશનલને વધારે સંખ્યામાં તેમની કંપનીઓમાં કામ કરે. સુનકે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે બ્રિટન ફિનટેક ગ્લોબલ હબ બને. આવું તે યુરોપીય દેશોની સાથે જ દુનિયાના દેશોની પ્રતિભાઓને આકર્ષિત કરવા માટે કરી રહ્યા છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન પણ આ અંગે પોતાની ઈચ્છા પહેલા જાહેર કરી ચૂક્યા છે. ગયા વર્ષે બ્રિટન યુરોપિયન સંઘમાંથી અલગ થઈ ગયું હતું.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp