એક મહિલાએ 5000 લોકોને કર્યા સંક્રમિત, આખા દેશમાં આ રીતે ફેલાયો કોરોના

PC: military.com

કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસના સંક્રમણને આંતરરાષ્ટ્રીય મહામારી જાહેર કરી દીધી છે. આ બીમારીના કારણે હજારો લોકોના મોત થઈ ચુક્યા છે. આ ખતરનાક બીમારીને ફેલાતી અટકાવવા માટે લોકો પણ આગળ આવી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોની બેદરકારીના કારણે આ બીમારી વધી રહી છે. આવો જ એક મામલો સાઉથ કોરિયામાં સામે આવ્યો છે. જ્યાં એક યુવતીના કારણે લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા.

રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોને કોરોના વાયરસ ફેલાવાની તપાસમાં જાણવા મળ્યું કે, કઈ રીતે એક મહિલાની બેદરકારીના કારણે તેમના દેશમાં હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા.

એક સંક્રમિત મહિલા સવારની પ્રાર્થના માટે સાઉથ કોરિયાના શેંચોંજી ચર્ચમાં ગઈ. ત્યાં લગભગ 1200 લોકો કોરોના વાયરસની ચપેમાં આવી ગયા. ત્યારબાદ આ મહિલા 6 ફેબ્રુઆરીએ નાનકડી ઘટના બાદ હોસ્પિટલ પહોંચી. જ્યાં મહિલાને થોડો તાવ હતો, પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવ્યો. ત્યારબાદ એ જ હોસ્પિટલાં 119 લોકો વાયરસની ચપેટમાં આવી ગયા.

આ મામલો અહીંથી ના અટક્યો. 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે તે મહિલા ક્વીન વૈલ હોટેલમાં ડિનર માટે ગઈ હતી. જ્યાં પણ ઘણા લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા. આવી રીતે આ વાયરસ સમગ્ર સાઉથ કોરિયામાં ફેલાઈ ગયો અને કોઈને ખબર પણ ના પડી.

સાઉથ કોરિયાની રાજધાની સોલમાં જે મહિલાને કોરોના સંક્રમણ થયું હતું. સમય રહેતા આ મહિલામાં સંક્રમણની ઓળખ ના થઈ શકી, જેના કારણે તે સામાન્ય લોકોની વચ્ચે હરતી-ફરતી રહી. આ દરમિયાન આ મહિલાએ 5000 લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવ્યું છે. એટલું જ નહીં, આ મહિલાના સંપર્કમાં આવવાના કારણે ઘણા લોકોના જીવ પણ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp