100 ફૂટ નીચે કુવામાં પડ્યુ 2 વર્ષનુ બાળક, સલામતી માટે પ્રાર્થના કરે છે આખો દેશ

PC: punjabkesari.in

સ્પેનમાં છેલ્લા એક અઠવાડિયાથી 2 વર્ષના બાળકની સલામતી માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે. મેડ્રિડમાં રમતા રમતા એક 2 વર્ષનુ બાળક 100 ફૂટ નીચે કુવામાં પડી ગયુ. ગયા શનિવારે બાળકના કુવામાં પડ્યા બાદ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યુ છે. કુવામાં ડ્રિલ પણ કરવામાં આવી રહ્યુ છે અને સાથે એક સુરંગ પણ બનાવવામાં આવી છે જેથી બાળક જૂલિયન રોસેલોને સુરક્ષિત બહાર નિકાળી શકાય.

દક્ષિણી સ્પેનના માલાગા શહેરમાં બાળકના પેરેટ્સ જ્યારે જમતા હતા તો, તે સમયે તે રમતા રમતા એમાં પડી ગયુ. કુવા પર અસુરક્ષિતનુ નિશાન નહોતુ અને બાળક રમતા રમતા ત્યાં પહોંચી ગયુ. શનિવારે જોઇન્ટ ડ્રિંલિંગ મશીન પણ લગાવવામાં આવ્યુ જેથી બાળકને સહી સલામત નિકાળી શકાય. આ રેસ્ક્યૂ ઓપરેશનનું સંચાલન કરી રહેલા એન્જિનિયર ગ્રેશિયા વિડલનુ કહેવુ છે કે, 'રેસ્ક્યૂ ઓપરેશન પુરી તાકાતથી ચાલી રહ્યુ છે અને આશા છે કે હવે પરિસ્થિતિઓ અમારા પક્ષમાં રહશે.' રેસ્ક્યૂ ટીમનુ કહેવુ છે કે ડ્રિલિંગ બાદ લગભગ 15 કલાકનો ટાઇમ લાગવાની શક્યતા છે. પરિસ્થિતિઓ પણ હજી અમારા માટે અનુકુણ છે. જો કે રેસ્ક્યૂ ટીમના એક અધિકારીનું કહેવુ છે કે, બાળકને જીવતું બહાર કાઢી શકીશું તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. 

પ્રશાશને કંસ્ટ્રક્શન કરવાવાળી કંપનીના સુરક્ષા માપદંડને અપનાવાને લઇને પુછપરછ કરી છે. સ્પેનનુ મીડિયા આ ખબર પર લગાતાર નજર ટકાવીને બેઠુ છે. જૂલિયન માટે આખા દેશમાં પ્રાર્થના થઇ રહી છે. બાળકના પેરેટ્સ માટે આ ઘણો મોટ આઘાત છે કારણકે 2017માં તેમના એક બાળકનુ હાર્ટ એટેકના કારણે મોત થયુ હતુ. બાળકના રેસ્ક્યૂ માટે એક્સપર્ટ ટીમની સાથે ત્યાંના સ્થાનીક લોકો પણ દરેક સંભવ મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp