ઈન્સ્ટા પોલમાં 69 ટકાએ મરી જવાનું કહેતા 16 વર્ષીય કિશોરીએ કરી લીધી આત્મહત્યા

PC: suicidecallbackservice.org.au

મલેશિયામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ સોશિયલમ મીડિયા પર લોકોનું મંતવ્ય લઈને આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ્સ અનુસાર, સારાવાકમાં રહેતી 16 વર્ષીય કિશોરીએ ઈન્સ્ટાગ્રામ પોલ બાદ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર, કિશોરીએ ઈન્સ્ટાગ્રામ પર પોલ-પોસ્ટ નાંખીને પોતાના ફોલોઅર્સને પૂછ્યું હતું કે, શું તેણે મરી જવું જોઈએ, કે નહીં. આશરે 69 ટકા લોકોએ પોસ્ટ પર ‘હાં’માં પ્રતિસાદ આપ્યો હતો, ત્યારબાદ કિશોરીએ આત્મહત્યા કરી લીધી.

મળતી માહિતી અનુસાર, સારાવાક રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે, પીડિતાએ એક ફોટો શેરિંગ એપ પર પોલ-પોસ્ટ નાંખી, ખૂબ જ મહત્ત્વપૂર્ણ, પસંદ કરવામાં મદદ કરો D/ L (ડેથ/ લિવ) ત્યારબાદ ઘણા લોકોએ ડેથ પર મત આપ્યો, ત્યારબાદ કિશોરીએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ એક વકીલે સલાહ આપી હતી કે, જે લોકોએ ‘હાં’માં મત આપ્યો તેમના પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો લાગી શકે છે. વકીલ અને પેનાગના એનસ્ટેટના સાસંદ રામકરપાલ સિંહએ જણાવ્યું હતું કે, આજે જો નેટિજેંસ કિશોરીને પોતાનો જીવ લેવા માટે હત્સોત્સાહિત ના કરતે તો તે શું જીવિત હોત?

તેમણે કહ્યું હતું કે, તે નેટિજેન્સનું પ્રોત્સાહન તેના નિર્ણયને આટલો બધો પ્રભાવિત કરી શકે છે કે તે પોતાનો જીવ લઈ લે? જોકે, આ દેશમાં આત્મહત્યાનો પ્રયાસ અપરાધ છે, તો કોઈકને આત્મહત્યા કરવા માટે પ્રેરિક કરવા એ પણ અપરાધ જ ગણાય છે. જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં ઈન્સ્ટાગ્રામે સંવેદનશીલ સ્ક્રીન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેમાં પોતાને નુકસાન પહોંચાડતા ફોટાને બ્લોક કરી શકાશે. આ પગલું તેણે ત્યારે ઉઠાવ્યું, જ્યારે 2017માં 14 વર્ષની બ્રિટિશ કિશોરી મૌલી રેસેલે આત્મહત્યા કરી હતી. તેના માતા-પિતાનું માનવું હતું કે, તેણે આત્મહત્યા કરતા પહેલા એપ પર આત્મહત્યાને સંબંધિત ફોટાઓ જોયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp