Tik Tok વીડિયોના બહાને આ યુવતિએ ચીનમાં અત્યાચાર થઈ રહેલા મુસ્લિમોની કરી વાત

PC: gstatic.com

અમેરિકાની એક 17 વર્ષની ટીનેજરે ટિક ટૉકના માધ્યમે ચીનમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ યુવતિની ખૂભ પ્રશંસા પણ કરી રહ્યા છે.

17 વર્ષીય ફિરોજા અજીજ પહેલા તો વીડિયોમાં મેકઅપ ટ્યૂટોરિયલના વીડિયો દ્વારા આઈલેશિશ કર્લ કરવાની વાત કરે છે. ત્યાર બાદ તે વાત બદલી નાખે છે. તે કહે છે, પહેલા તો આઈલેશ કર્લર પકડો અને પછી પોતાના ફોન પર સર્ચ કરો કે ચીનમાં શું થઈ રહ્યું છે.

તે ચીનમાં ઉઈગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારોની વાત કરી રહી છે. તે ચીન પર આરોપ લગાવે છે કે ત્યાં ઈગર મુસ્લિમોને કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યા છે. અજીજ કહે છે કે, મુસ્લિમોને કિડનેપ કરીને તેમના પરિવારોથી અલગ કરવામાં આવી રહ્યા છે.

અમુક મુસ્લિમોનું રેપ કરી તેમની હત્યા કરી દેવામાં આવે છે. અમુકને તો મદીરા પીવડાવી અને જબરદસ્તીથી સુંવરનું માંસ ખવડાવાઈ રહ્યું છે. સાથે જ ધર્મ બદલવા માટે પણ મજબૂર કરવામાં આવી રહ્યા છે.

તો અન્ય વીડિયોમાં અજીજ જણાવે છે કે ઉઈગર મુસ્લિમોની મદદ કઈ રીતે કરી શકાશે. તે સૂડાનનું ઉદાહરણ આપે છે. જ્યાં પૂર્વ નેતા ઉમર અલ બશીરને હટાવી દીધા પછી સોશિયલ મીડિયાએ ત્યાં થઈ રહેલી હિંસાનો વિરોધ કર્યો હતો. જેની અસર પણ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp