લગ્નના દિવસે દુલ્હો દુલ્હનને જોઇને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડયો, વીડિયો વાયરલ

PC: aajtak.in

સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં દુલ્હન વિદાય થાય તે વખતે દુલ્હનની આંખો પાણીથી ભરાઇ આવતી હોય છે અને પરિવારજનો પણ ધ્રૂસ્કે ધૂસ્કે રડતા હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં દુલ્હો પોતાની પ્રેમિકાને લગ્નના દિવસે દુલ્હનના રૂપમાં જોઇને ભાવૂક થતો અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા પછી ઘણા બધા સંવેદનશીલ લોકો ઇમોશનલ થઇ ગયા છે. લોકો આ વીડિયા પર ભાવૂક કમેન્ટ પણ કરી રહ્યા છે. વીડિયોગ્રાફરે આ વીડિયો ઇન્સ્ટાગ્રામા પર શેર કર્યો છે.

 સોશિયલ મીડિયામાં દુલ્હનને જોઇને જે દુલ્હો ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી રહ્યો છે તેની ઓળખ ડેમેટ્રિયસ કેશારિસ તરીકે થઇ છે જયારે દુલ્હનનું નામ અલેકજેંડ્રિયા હોવાનું જાણવા મળ્યું છે.ડેમેટ્રિયસ અને એલેકજેંડ્રિયા બનેં એકબીજાના પ્રેમમાં હતા અને હવે લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. સોશિયલ મીડિયા પર ડેમિટ્રિયસનો ભાવૂક વીડિયો તેમના વેડીંગ વીડિયોગ્રાઉર મેગનોલિયા રોડ ફિલ્મ કંપની દ્રારા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે.

વાયરલ થઇ રહેલાં વીડિયોમાં વરરાજા તેના મિત્રો સાથે લગ્નની વીધિ પૂરી કરવા માટે તૈયાર દેખાઇ રહ્યો છે. પછી કન્યા સફેદ સુંદર ગાઉનમાં તેના પિતા સાથે લગ્ન મંડપમાં આવી રહી છે. વરરાજા પોતાની પ્રેમિકાને સફેદ સુંદર ગાઉનમાં લગ્નના વસ્ત્રોમાં જોઇને ભાવવિભોર થઇ જાય છે અને તેણીને જોઇને એટલો પ્રભાવિત થઇ જાય છે કે પોતાના આંસૂ રોકી શકતો નથી.

વર- કન્યાના આ ઇમોશનલ વીડિયોએ ઇન્ટરનેટ પર તરખાટ મચાવી દીધો છે. લોકો પણ તેની સાથે ઇમોશનલ થઇ રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે Omggggggggggggggg  સાચેજ આ વીડિયો મને પણ રડાવી દેશે. એક અજાણ્યા વ્યકિત તરફથી પ્રેમ અને શુભકામનાનો સ્વીકાર કરે.

 અન્ય એક યૂઝરે લખ્યું કે આ વીડિયો સાચા પ્રેમના દર્શન કરાવ છે. હકિકતામાં તમે બનેં એકસાથે સુદર લાગો છો અને એ દર્શાવે છે કે તમનેં બનેં એકબીજાને ઘણો પ્રેમ કરો છો. ભલે હું તમને નહીં જાણતો હોઉ, પરંતુ ઇટલીનો છુ અને તમને શુભકામના પાઠવું છુ.

દુલ્હનને જોઇને વરરાજાની આંખમાંથી આંસૂ સરી પડે તેવું ભાગ્યે જ જોવા મળતું હોય છે, અન્યથા વરરાજો તો કોઇ જંગ જીતવાનો હોય તેટલો ખુશ નજરે પડતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp