આ રહસ્યમય હોલ સાથે જોડાયેલા છે ઘણા ડરાવના કિસ્સાઓ

આજે અમે તમને દુનિયાના એક રહસ્યમય હોલ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે હંમેશાં ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં આ હોલ સાથે જોડાયેલી કેટલીક ડરાવની ઘટનાઓ સામે આવી છે. તમે પણ જાણો...

જે જગ્યાની વાત અમે કરી રહ્યા છે તેને વિમ્બર્લે સ્થિત 'જેકબ્સ વેલ'ના નામે ઓળખવામાં આવે છે. વિમ્બર્લે અમેરિકાના ટેક્સાસ સીટીમાં આવેલુ છે. કહેવાય છે કે, આ જગ્યા જેટલી સુંદર છે, એટલી જ રહસ્યમય અને ખતરનાક પણ છે.

 

જો તમે અહીં જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો,  એકવાર આ સમાચાર જરૂરથી પૂરા વાંચો. નહીં તો એડવેન્ચરની મજા લેતા કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

આ હોલની ગણતરી દુનીયાના સૌથી ખતરનાક જગ્યામાં ગણવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમી અને એડવેંચરના શોખિન લોકો અહીં જરૂર પહોંચી જાય છે. 

અહીં લોકો પાણીના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરે છે અને પોતાનો જીવ જોખમમાં નાખે છે.

 

આ હોલમાં તરવા માટે પડતા લોકો અહીં પાણીની 40 મીટર અંદર આવેલ ગુફામાં જતા રહે છે. એવું સાંભળવા મળ્યું છે કે, આ ઊંડા પ્રાકૃતિક કુવામાં જનારા ઘણા એવા લોકો છે આજ દીન સુધી પાછા નથી આવી શક્યા. 

જો કોઈ પાછું ફર્યું છે તો તે, ઘાયલ થઈને પાછા આવે છે. હેરાન કરનારી વાત એ છે કે, લોકોને ખબર છે અહીં ખતરો છે તો પણ લોકો કુવામાં પડે છે. જૈકબ્સ વેલ આજે પણ એક  નથી જાણી શકાયું એવું રહસ્ય છે. ઘણા ખોજકર્તાઓ અહીં આવ્યા, પરંતુ તેમને પણ ખાલી હાથ પાછું ફરવું પડ્યું છે.

 

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ સુંદર કુવાનું મોંઢુ લગભગ 4 મીટર પહોળું છે. સાથે તેની ઊંડાઈ લગભગ 10 મીટર છે. આમાં નજર નાખવાથી જ તમારા રૂવાંટા ઊભા થઈ જાય તેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp