USAના એટલાન્ટામાં ‘બન્ટી-બબલી’નો આતંક, મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો

PC: wsbtv.com

વિકસીત દેશ અમેરિકામાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અહીના મેટ્રો એટલાન્ટામાં કેટલાક ઘરોની ડૉરબેલમાં લાગેલા કેમેરામાં એક બન્ટી-બબલીની ચોર જોડી કેદ થઈ છે. આ વીડિયો પોલીસ માટે મોટી સફળતા સમાન છે, જેની મદદથી અહીની ફોર્સિથ, ગ્વીન્નેટ અને નોર્થ ફુલ્ટોન કાઉન્ટીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલવો શક્ય બનશે.

પોલીસના જણાવ્યા મુજબ, આ ચોર જોડીએ ફ્લુટોન કાઉન્ટીના જ્હોન ક્રિક શહે્રમાં એક ઘરનો દરવાજો ખટખટાવ્યો અને પછી પાછળ સંતાઈ ગયા હતા. જે બાદ આ તેઓ હજારો ડોલર અને ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ ગયું હતું.

આ બાબતે નજીકમાં રહેતા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આજ ચોર ટોળકી એક દિવસ અગાઉ જ ફોર્સિથના સર્વેલન્સ કેમેરામાં કેદ થયું હતું.

આ અંગે ફોર્સિથ કાઉન્ટીના અધિકારી ડેરેક બ્લેઈસથે જણાવ્યું કે, આ બન્ટી-બબલીની જોડીનો જ અન્ય 8-10 ચોરીમાં હાથ હોઈ શકે છે. અન્ય ચોરોની જેમ તેઓ પણ કિંમતી સામાન, રોકડ અને ઈલેક્ટ્રોનિક્સનો સામાન શોધતા ફરે છે.

એક દિવસ અગાઉ ફોર્સિથ કાઉન્ટીના જોહ્ન ક્રિકના અન્ય વિસ્તારમાં રહેતા ડોમિનીક મેડોક્સના ઘરમાં થયેલી ઘરફોડ ચોરી પાછળ પણ આજ ચોર ટોળકીનો હાથ જોવા મળી રહ્યો છે. મેડોક્સના જણાવ્યા મુજબ, લગભગ 3 PMના મેં એક વ્યકિ્તએ મારા ઘરનો દરવાજો જોરથી ખટખટાવ્યો હતો અને પછી પાછળ વાડામાં છૂપાઈ ગયો હતો.

આ અંગે ચેનલ-2ના માઈક પેટચેનિકના રિપોર્ટ મુજબ પોતાના ઘરોમાં મોટી સંખ્યામાં રોકડ અને કિંમતી સોના-ચાંદીના દાગીના રાખતા ભારતીયો અને એશિયનોને જ નિશાન બનાવતી એક જોડીને પોલીસ મહિનાથી શોધી રહી છે. તેના રિપોર્ટ મુજબ લૂંટનો ભોગ બનનાર મેડોક્સના પડોશમાં મૂળ એશિયન લોકો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp