આ અબજોપતિએ દાન કરી પોતાની સંપૂર્ણ સંપત્તિ, રકમ સાંભળીને ચોંકી જશો

PC: newsapi.com.au

તમે ઘણા દાતાઓને દાન કરતા જોયા હશે પરંતુ તમે ઓસ્ટ્રેલિયાના એક દાતા વિશે જાણીને ચોંકી જશો. આ વ્યક્તિએ હજારો કે લાખોમાં દાન નથી કર્યું પરંતુ અબજો ડોલર દાનમાં આપી દીધા છે. આ ધનવાન દાતાનું નામ છે સ્ટેન પેરોન. ઓસ્ટ્રેલિયન અબજોપતિ સ્ટેન પેરોને પોતાની 20 હજાર કરોડ (2.8 અબજ ડોલર)ની સંપત્તિ દાન કરી દીધી છે. નવેમ્બરમાં 96 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.

મૃત્યુ પહેલાંના નિવેદનમાં સ્ટેને લખ્યું કે, 'મેં મારા બાળપણના ધ્યેયને પરિપૂર્ણ કર્યો અને મારા પરિવાર માટે પણ મેં ઘણું કર્યું છે પરંતુ હું ખૂબ નસીબદાર કે હું જેટલું પણ કમાયો છું તેનાથી હું અસમર્થ લોકોને મદદ કરી શકું છું અને તેમનું જીવન બદલવા માટે સક્ષમ છું.' તેમણે આ મિલકત તેમની સંસ્થા સ્ટેન પેરોન ચેરીટેબલ ટ્રસ્ટને દાનમાં આપી દીધી. આ સંસ્થા પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બાળકોના સ્વાસ્થ્ય પર કામ કરે છે. આ સંસ્થાની સંભાળ સ્ટેનની પુત્રી લેશે.

સ્ટેનનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું પરંતુ તેમણે તેમણે સખત મહેનત કરી પોતાના દમ પર ધીમે-ધીમે તેમણે દેશભરમાં પોતાનો ધંધો ફેલાવ્યો અને તેઓ ઓસ્ટ્રેલિયન અબજોપતિના લિસ્ટમાં શામેલ થઈ ગયા. તેમના ગ્રુપ પાસે હાલ 4 અરબ ડોલર(30 હજાર કરોડ રૂપિયા) છે. તેમની સંપત્તિમાં વિતરણ કેન્દ્રો, શોપિંગ કેન્દ્રો, ઓફિસ ટાવર્સ, શેર, રીઅલ એસ્ટેટ, આયર્ન ઓર રોયલ્ટીઝ અને ટોયોટા વાહનો શામેલ છે. 1978થી તેઓ ચેરિટેબલ સંસ્થાઓને કરોડો રૂપિયા દાનમાં આપતા આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp