આગામી મહામારીને રોકવા માટે આ દેશમાં વૈજ્ઞાનિકો વાંદરોઓને આપી રહ્યા છે વેક્સીન

PC: nytimes.com

બ્રાઝીલમાં કોરોનાવાયરસને કારણે અમેરિકા પછી સૌથી વધુ મોત થઈ છે. પરંતુ ત્યાંના વૈજ્ઞાનિકો એક અલગ અને જાનલેવા બીમારીના સંક્રમણના ફેલાવવાને લઈને ડરેલા જોવા મળી રહ્યા છે. આ દક્ષિણ અમેરિકી દેશમાં દર વર્ષે આશરે 2 લાખ લોકો યલો ફીવરથી બીમાર થાય છે. તેમાંથી 30,000 જેટલા લોકોનો મોત નીપજે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે કોરોના વાયરસની વચ્ચે આ બીમારી ફરીથી પોતાનું માથું ન ઊંચકે નહીં તો તેમની મુશ્કેલી ઘણી વધી જશે.

યલો ફીવર માણસને વાંદરા દ્વારા થાય છે. પરંતુ આ ફેલાય છે એક મચ્છર દ્વારા. યલો ફીવરમાં ઘણો તાવ, માથાનો દુખાવો અને કેટલાંક દર્દીઓને ગંભીર સ્થિતિમાં કમળો થઈ જાય છે. અત્યંત ગંભીર સ્થિતિ આવવા પર શરીરની અંદર બ્લીડિંગ થવા લાગે છે અને લિવર ફેઈલ થઈ જાય છે. બ્રાઝીલમાં જો દર વર્ષે તેનું વેક્સીનેશન ન કરવામાં આવે તો આ યલો ફીવરથી 15 ટકા લોકો મોતને ભેટી શકે છે. મતલબ કે કોરોનાવાયરસથી પણ વધારેનો મૃત્યુ દર પહોંચી શકે છે. બ્રાઝીલ અને દુનિયાભરના વૈજ્ઞાનિકો આ દેશમાં યલો ફીવરને રોકવાના પ્રયાસમાં લાગી ગયા છે. તેઓ નથી ઈચ્છતા કે કોરોના પછી યલો ફીવર તેમને ત્યાં મહામારી બનીને આવે. વર્ષ 2016માં બ્રાઝીલમાં સૌથી વધુ યલો ફીવરના કેસ જોવા મળ્યા હતા. તે સમયે 4 કરોડ બ્રાઝીલિયન નાગરિકોને યલો ફીવરનો ખતરો હતો. કારણ કે તે સમયે તેની વેક્સીન ન હતી. મે 2017 સુધી યલો ફીવર આખા બ્રાઝીલમાં ફેલાઈ ગયો હતો.

80 વર્ષોમાં આ સૌથી ભાયનક મહામારી હતી. આ યલો ફીવરને કારણે 3000 લોકો સંક્રમિત થયા હતા અને તેમાંથી 400 લોકો લગભગ એક મહિનામાં જ મૃત્યુ પામ્યા હતા. સ્ટેટ યુનિવર્સિટી ઓફ નોર્ધન રિયો ડિ જનેરોના કન્ઝર્વેશન બાયોલોજીસ્ટ કાર્લોસ રેમોન રુઈજ મિરાંડે કહ્યું છે કે જ્યારે તમારા દેશમાં વાંદરાઓ હોય અને તેઓ કોઈ નાનકડા જંગલમાં રહેતા હોય. મતલબ તેમનામાં યલો ફીવરનો ફેલાવો થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. યલો ફીવરથી સૌથી વધુ ગોલ્ડન લાયન ટેમેરિન મંકી થી માણસોમાં મચ્છરો દ્વારા ફેલાય છે.

વૈજ્ઞાનિકો તેને રોકવા માટે રિયો ડિ જનેરોથી 80 કિમી દૂર સ્થિત જંગલમાં ગોલ્ડેન લાયમ ચેમરિન મંકીને શોધી રહ્યા છે. જેથી તેમને પકડીને યલો ફીવરની વેક્સીન તેમને લગાડી શકાય. કાર્લોસ રેમોને કહ્યું કે યલો ફીવરની ઘણી અસરદાર વેક્સીન હાજર છે. વર્ષ 2018માં બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રીએ આદેશ આપ્યો હતો કે 8 કરોડની વસ્તીવાળા દેશમાંથી 2.10 કરોડ લોકોને યલો ફીવરની વેક્સીન આપવામાં આવે. ઘણા વિસ્તારોમાં તો 95 ટકા લોકોને આ વેક્સીન આપવામાં આવી છે. તેમછત્તાં યલો ફીવરના કેસોમાં કમી જોવા મળી નથી. આજે પણ 50 ટકા લોકો સંક્રમિત થાય છે. દુનિયામાં 780 કરોડ લોકો રહે છે અને ગોલ્ડન લાયન ટેમરિન મંકી માત્ર 2500 છે તો પણ આ મહામારી માટે તેઓ જવાબદાર છે. આથી હવે તેમને પકડીને યલો ફીવરની વેક્સીન આપવામાં આવી રહી છે જેથી મચ્છર તેમને કરડે અને પછી વ્યક્તિને કરડે તો તેમને આ ફીવર ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp