ભારતીય મૂળના આ CEOનો વર્ષે પગાર 17,500 કરોડ, રોજનો 48 કરોડ રૂપિયા
દુનિયામાં સૌથી વધારે પગાર લેનાર CEO કોણ? એવો સવાલ પુછવામાં આવે તો ગૂગલના સુંદર પિચાઇ કે માઇક્રોસોફ્ટના સત્ય નડેલા અથવા એડોહના શાંતનુ નારાયણનું નામ સામે આવે, પરંતુ , તમને જાણીને નવાઇ લાગશે કે ભારતીય મૂળના CEO જગદીપ સિંહનો વર્ષનો પગાર 17,500 કરોડ રૂપિયા હતો, મતલબ કે રોજનો 48 કરોડ રૂપિયા પગાર મળતો હતો.
જગદીપ સિંહ કવોન્ટમ સ્કેપ નામની સંસ્થા ફાઉન્ડર અને CEO હતા. તેમની કંપની રિચાર્જેબલ લિથિયમ મેટલ બેટરી બનાવે છે.જગદીપ સિંહનું જ્યારે CEO તરીકે સેલરી પેકેજ નક્કી થયું ત્યારે તેમના પગારમાં કંપનીના શેર પણ હતા જે અમેરિકાના શેરબજારમાં લિસ્ટેડ છે. આ શેરને કારણે જગદીપ સિંગની સેલરી વર્ષે 17,500 કરોડ રૂપિયા થતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp