પ્લે સેન્ટરમાં 17 માસની બાળકી સાથે ઘટી એવી ઘટના, જાણીને રૂંવાટા ઉભા થઇ જશે

PC: punjabkesari.in

ઇંગ્લેન્ડમાં 17 માસની બાળકી સાથે પ્લે સેન્ટરમાં એવો બનાવ બન્યો કે જે જાણીને તમારા રૂવાટા ઉભા થઇ જશે. બાળકીની માતાએ પોતાની દિકરી સાથે થયેલ દર્દનાક ઘટનાની વાત સોશિયલ મીડીયા પર જણાવતા કહ્યું કે, તે પોતાની સવા વર્ષની દિકરીને સોફ્ટ પ્લે સેન્ટરમાં રમવા માટે લઇ ગઇ હતી. પરંતુ થોડી વાર પછી જ્યારે તેની દિકરી રડતી રડતી તેની પાસે આવી તો તેનો ચહેરો જોઇ મા પણ દંગ રહી ગઇ

બાળકીના ચહેરા પર જગા જગા પર બચકુ ભરવાના નિશાન હતા. અને તે સતત રડ્યા કરતી હતી. આ બાબતે પ્લે સેન્ટરે બાળકોની દેખભાળ માતાપિતાની જવાબદારી જણાવીને પોતાનો લૂલો બચાવ કર્યો હતો. તેવામાં હવે મહિલા સોશિઅલ મીડીયા પર ઘટનાની વાત કરતા અફસોસ કરતા નથી થાકી રહી કે આખરે તે પોતાની બાળકીને કેમ પ્લે સેન્ટર લઇ ગઇ અને કેમની આ ઘટના બની તેની દિકરી સાથે જેણે તેને આવાક કરી દીધી.

મળતી જાણકારી અનુસાર વેસ્ટ યાર્કશાયરના લીડ્સમાં રહેનાર બેકી(33) પોતાના ત્રણ બાળકોને લઇને લીડ્સના સીક્રોફ્ટમાં એક પ્લે સેન્ટરમાં લઇને ગઇ જ્યાં 17 મહિનાની વિલ્લો પોતાના 6 વર્ષના ભાઇ ટકર ત્રણ વર્ષની બહેન ઓરોરા સાથે રમી રહી હતી. પણ થોડા જ સમયમાં બેકીને એક મહિલાના જોર જોરથી બૂમો પાડવાનો અવાજ આવ્યો કે આ બાળક કોનું છે. તે બાદ તેણે જોયુ કે, એક છોકરો વિલ્લોની ઉપર ચઢીને બેઠો હતો અને તેણે વિલ્લોનું ગળુ પકડી રાખ્યુ હતું.

બેકીએ જોયુ કે તે બાળકના હુમલાથી વિલ્લો બીલકુલ વાદળી પડી ગઇ હતી. અને તેના શ્વાસ પણ નતા ચાલી રહ્યા. ત્યાંજ તે છોકરાના મોંમા પણ લોહી લાગેલ હતુ અને તે હસી રહ્યો હતો. છોકરાએ વિલ્લોને 17 વાર બચકા ભર્યા હતા. દીકરીને લઇને બેકી તુરંત હોસ્પિટલ ભાગી જ્યાં પહેલા તેના બોડીમાં થયેલા ઘાવની ટ્રિટમેન્ટ કરવામાં આવી અને પછી તેને હેપેટાઇસિસ-બીનું ઇન્જેક્શન આપવામાં આવ્યુ. હવે તેને સ્કીન સ્પેશ્યાલિસ્ટની અપોઇમેન્ટનો ઇંતજાર છે.

છોકરાએ વિલ્લોના ચહેરા પર ચાર, આંગળી પર બે અને પીઠ પર ત્રણ જગ્યાએ બચકુ ભર્યું હતું. કાન, ખભે કાંડા પર અને પગ પર એક એક બચકુ ભરવાના નિશાન હતા. જ્યારે કે તેના માથા પર પણ ખાસ્સા જખ્મ હતા. બેકીના જણાવ્યા અનુસાર તેને જોઇને તેમ લાગી રહ્યુ હતું કે, જેમ તેને કોઇ બાળકે નહિ પણ કૂતરાએ બચકુ ભર્યુ હોય. આ મુદ્દાને લઇને પ્લે સેન્ટર સ્ટાફ પહેલાજ પોતનો મત આપી ચૂક્યો છે કે બાળકોને વડીલોના સુપરવાઇજિગમાં મૂકવામાં આવે ત્યાંજ સોશિઅલ સર્વિસે હુમલો કરનાર બાળક અને તેની ફેમીલીનો સંપર્ક સાધી કેસ બંધ કરી દીધો છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp