ટોકિયો ઓલિમ્પિક પર સંકટ, મે સુધી કાબૂમાં ન આવ્યો કોરોના તો થઈ શકે છે રદ્દ

PC: guim.co.uk

ચીનના વુહાનથી ઉપજેલા ખતરનાક કોરોના વાયરસને કારણે હવે ટોકિયો ઓલિમ્પિક 2020 પર જોજખ ઊભું થયું છે. મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર, ઓલિમ્પિક કમિટીના વરિષ્ઠ સભ્યના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, જો કોરોના વાયરસ કાબૂમાં ના આવે તો ઓલિમ્પિક ગેમ્સને રદ્દ કરવામાં આવી શકે છે. અહીં ખાસ વાત એ છે કે, કોરોના વાયરસના કાબૂમાં ન આવવાની સ્થિતિમાં ઓલિમ્પિક ગેમ્સનો સમય બદલવામાં નહીં આવશે કે તેને સ્થિગત પણ કરવામાં નહીં આવશે, પરંતુ તેને રદ્દ કરી દેવામાં આવશે.

જાપાનની રાજધાની ટોકિયોમાં આ વર્ષે 24 જુલાઈથી ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત થવાની છે. પરંતુ આ વર્ષની શરૂઆતથી જ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે ગેમ્સના આયોજન પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધુ છે. જણાવી દઈએ કે, ચીનની બહાર જાપાન બીજો દેશે છે, જ્યાં આ વાયરસથી સૌથી વધુ લોકો સંક્રમિત છે. જાપાનમાં અત્યારસુધીમાં 690 કરતા વધુ લોકો સંક્રમિત મળી આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, જાપાનમાં ટોકિયો ઓલિમ્પિકના આયોજકોએ હાલ વોલેન્ટિયર્સની ટ્રેનિંગ પણ રદ્દ કરી દીધી છે, તેની પાછળનું કારણ કોરોના વાયરસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, 22 ફેબ્રુઆરીએ જ ટોકિયો ઓલિમ્પિક 2020 સાથે સંકળાયેલી આયોજન સમિતિએ ગેમ્સનો ઓફિશિયલ મોટો- યુનાઈટેડ બાય ઈમોશન્સ રીલિઝ કરી દીધો છે. ટોકિયો ઓલિમ્પિકની ટિકિટો પણ વેચાઈ ચુકી છે, એવામાં હવે ગેમ્સના આયોજન પર મંડરાઈ રહેલું જોખમ જાપાન માટે એક મોટો ઝટકો બની શકે છે. કારણ કે જો મે મહિના સુધીમાં કોરોના વાયરસ કાબૂમાં ન આવ્યો તો ઓલિમ્પિક ગેમ્સને રદ્દ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp