વસ્તીમાં પાછળ પણ ઇ-વેસ્ટ કરવામાં નંબર વન છે આ દેશ

PC: amarujala.com

દુનિયામાં આ સમયે ઇ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો વધતો જાય છે. વર્ષ 2018માં ઇ વેસ્ટ 48.5 મિલીયન ટન સુધી પહોંચી ગયો છે. આ ઇ કચરાની કિંમત 62.5 બિલીયન ડોલર છે જે ઘણાં દેશોની જીડીપી કરતા વધારે છે. દુનિયાના નાના દેશો પણ ત્યાં જ ઇ વેસ્ટ વધારે છે જેમ કે, નોર્વેમાં 28.3 કિલો કચરો પ્રતિ વ્યક્તિ કરવામાં આવે છે. તો સ્વિત્ઝરલેન્ડમાં 26.3, ડેનમાર્કમાં 25.9 , બ્રિટનમાં 23.9 અને આઇસલેન્ડમાં 23.4 કિલો ઇવેસ્ટ એક વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવે છે.

આ એવા દેશો છે કે જેની વસ્તી અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી છે. જ્યારથી ઓછા ઇ વેસ્ટ ઉત્પાદનમાં નાઇઝર 0.4 સાથે પહેલા ક્રમે છે, ઇથિયોપીયા 0.5, અફઘાનિસ્તાન 0.6, નેપાલ 0.8 અને ભારત 1.5 જેટલો છે. આ આંકડાઓ વલ્ડ ઇકોનોમીક ફોરમના રિપોર્ટ અને ગ્લોબલ ઇ વેસ્ટ મોનિટરના તથ્યો પર આધારીત છે. પાછલા વર્ષોમાં નેશનલ ઇકોનોમિક કાઉન્સીલ અને એસોચૈમ દ્વારા જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું હતું કે દુનિયામાં સૌથી વધારે કચરો ઉત્પન કરતા પાંચ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તેમની આ સૂચીમાં ચીન, અમેરીકા, જાપાન અને જર્મનીનું નામ પણ ઉલ્લેખનીય છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં ઇ કચરામાં સૌથી વધુ યોગદાન મહારાષ્ટ્રનું 19.8 ટકા છે. જે માત્ર 47,810 ટન કચરાનો વાર્ષિક રીસાયકલ કરીને બીજીવાર તેનો પ્રયોગ કરવા લાયક બનાવે છે.  આ ઇ કચરામાં મોનીટર, કી.બોર્ડ, મધરબોર્ડ, કૈથોડ રે ટ્યુબ એટલે કે સીઆરટી, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, માોબાઇલ ફોન,ચાર્જર, કોમ્પૈક્ટ ડિસ્ક, હેડફોન, એલસીડી, એર કન્ડીશનર અને ફ્રિઝનો પણ સમાવેશ થાય છે. એક રિસર્ચમાં કહેયુ હતુ કે, અસુરક્ષિત ઇ કચરાના રિસાયકલ દરમ્યાન જે ઉત્સર્જિત રસાયણો છે તેના સંપર્કમાં આવવાથી તંત્રિકા તંત્ર, મસ્તિષ્ક વિકાર, શ્વાસ સંબંધિત બીમારી, ત્વચામાં વિકાર, ગળામાં સોજો, ફેંફડાનું કેન્સર દિલ, યકૃતને નુકશાન પહોંચાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp