શ્વાન તમારું પેશાબ સૂંઘીને બતાવશે કોરોના છે કે નહીં, સ્ટડીમાં દાવો

PC: smithsonianmag.com

કોરોના વાયરસની ઓળખ અત્યાર સૂધી RT-PCR ટેસ્ટથી મોટાભાગે થઈ રહી છે, પરંતુ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે કેટલાક શ્વાનોને ટ્રેનિંગ આપી છે, જે તમારા પેશાબને સૂંઘીને બતાવી દેશે કે તમને કોરોના છે કે નહીં. તેની સ્પષ્તા પણ 96 ટકા સુધી હશે, પછી તમારે નાક અને મોઢામાં સ્વેબ ટેસ્ટ કીટની સ્ટિક નાખવી નહીં પડે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ વેટરનરી મેડિસિન વર્કિંગ ડોગ સેન્ટરના ડાયરેક્ટર સિન્થિયા ઓટ્ટોએ જણાવ્યું કે અત્યારે શ્વાનો દ્વારા ટેસ્ટ કરાવવાની વિધિને પ્રેક્ટિકલી લાગુ કરવું મુશ્કેલ છે, કેમકે તેના પર જીવો માટે કામ કરનારી સંસ્થાઓ અવાજ ઉઠાવવા લાગશે, પરંતુ શ્વાનોની ખાસિયત એ હોય છે કે તેઓ પેશાબ સૂંઘીને બતાવી શકે છે કે પોઝિટિવ છે કે નેગેટિવ.

સિન્થિયા ઓટ્ટોએ કહ્યું કે શ્વાન અલગ અલગ રીતેની ખુશ્બુ ઓળખે છે. આ અલગ અલગ બીમારીઓ સાથે સંબંધિત ગંધ ઓળખે છે. કોરોના વાયરસની ગંધ તો થૂક અને પરસેવાના સેમ્પલમાં પણ આવે છે, જેને શ્વાનો સરળતાથી સૂંઘીને ઓળખી લે છે. દુબઈ એરપોર્ટ પર તો કોરોના સંક્રમિત લોકોની ઓળખ માટે સ્નિફિન્ગ ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ માણસ કે પેશાબને સૂંઘીને સંક્રમણની જાણકારી આપી દે એવું નથી થયુ. એટલે અમારી ટીમે પહેલા આઠ લેબ્રાડોર રિટ્રીવર અને બેલ્જિયન મેલિનોયને ટ્રેનિંગ આપી છે. તેમાં તેમને યૂનિવર્સલ ડિટેક્શન કમ્પાઉન્ડ (UDC) સૂંઘવવામાં આવ્યા.

તેની ગંધ પ્રાકૃતિક રૂપે ક્યાંય મળતી નથી. તેની ગંધ 12 અલગ અલગ ગંધોથી મળીને બને છે એટલે જ્યારે પણ ક્યાંકથી UDC કે તેની સાથે સંબંધિત કોઈ વસ્તુ પસાર થાય છે તો શ્વાન તરત ઓળખી લે છે. જેવા જ શ્વાન UDCની ગંધ ઓળખવા લાગ્યા, ત્યારે અમે શ્વાનોને માણસના પેશાબની અલગ અલગ ગંધને ઓળખવા માટે ટ્રેઇન કરવા લાગ્યા. 7 અલગ અલગ કોરોના સંક્રમિત માણસોના પેશાબના સેમ્પલથી તેમને તાલીમ આપી. આ 7 લોકોમાં બે વયસ્ક અને 5 બાળકો સામેલ હતા. એ સિવાય 6 નેગેટિવ બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

2 અલગ અલગ જગ્યાઓ પર એક તરફ સંક્રમિતોના પેશાબનો નમૂનો રાખવામાં આવ્યો. બીજી તરફ નગેટિવ નમૂનો રાખવામાં આવ્યો. પહેલું સેમ્પલ તેમને પોતાની તરફ ખેચે છે તો બીજું સેમ્પલ તેમનું ધ્યાન ભટકાવે છે. આ પેશાબના સેમ્પલ્સને વાયરસ મુક્ત કરવા માટે ગરમ કરવામાં આવે છે કે પછી ડિટરજેન્ટ મળાવીને નિષ્ક્રિય કરવામાં આવી શકે છે, જેથી શ્વાનોને કોઈ સંક્રમણ ન થાય. સંશોધનકર્તાઓએ જોયું કે 3 અઠવાડિયાની ટ્રેનિંગ બાદ શ્વાનો 96 ટકા એવરેજ ચોક્સાઇ સાથે પેશાબના નમૂનાઓથી કોરોના પોઝિટિવને ઓળખી લેતા હતા. વધારેમાં વધારે સ્પષ્ટતા 99 ટકા હતી.

જે લોકો નેગેટિવ હતા, તેમાંથી કેટલાક લોકો પણ હલકા રૂપે સંક્રમિત હતા. શ્વાનોએ તેમને આપણ ઓળખી લીધા, જ્યારે નેગેટિવ લોકોની તપાસમાં પહેલા કોરોનાના લક્ષણ નહોતા દેખાયા. સિન્થીયાએ કહ્યું કે એ સારું તો નથી લાગતું કે શ્વાનને કોરોના સંક્રમિત માણસોના પેશાબને સૂંઘીને તપાસ કરાવવામાં આવે, પરંતુ ભવિષ્યમાં આ રીત પણ અપનાવી શકાય છ, કેમ કે એ દૂરથી જ સંક્રમિત વ્યક્તિના પેશાબને સૂંઘીને સાચી જાણકારી આપી દેશે, પરંતુ તેમાં એક જ પરેશાની આવે છે કેમ કે દરેક માણસના શરીરમાં અલગ અલગ રીતેની ગંધ નીકળે છે એટલે પેશાબ સૂંઘતી વખતે તેમને અલગ અલગ ગંધોમાં કોઈ એકને પસંદ કરવું મુશ્કેલ હશે, કેમ કે ટ્રેનિંગ દરમિયાન પણ આ સમસ્યા આવી હતી.

ત્યારબાદ પરેશાની આવી કે જ્યારે તમે એક જ સેમ્પલને ઘણી વખતે સુઘાવો છો તો શ્વાન ભવિષ્યમાં બધા સેમ્પલ્સને એક જેવા સમજવા લાગે છે એટલે બની શકે કે ભવિષ્યમાં શ્વાનોને આ રીતેની બીમારીઓ સૂંઘીને બતાવવાની ક્ષમતા વિકસિત કરી શકાય એટલે હવે સાયન્ટિસ્ટ એક નવી સ્ટડી કરી રહ્યા છે જેનું નામ છે T-Shirt Study. T-Shirt Studyમાં શ્વાન બે વસ્તુ ઓળખશે. પહેલું કે કોઈ કોરોના સંક્રમિત છે કે નહીં તેની ગંધ ઓળખાવી અને બીજું એ લોકોની શર્ટ સૂંઘીને ઓળખવા જે વેક્સીન લગાવી ચૂક્યા છે, કેમ કે કેટલાક લોકો વેક્સીન લીધા બાદ આગામી કેટલાક કલાક સુધી શર્ટ પહેરી રાખે છે. ધોયા બાદ વેક્સીનની ગંધ સરળતાથી નથી હોતી, કેમ કે તે એટલી હલકી હોય છે કે તેને માત્ર શ્વાન જ ઓળખી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp