ખજાનો ખાલી, બત્તી ગુલ, હવે પાકિસ્તાનના 62 લાખ લોકોના રોજગાર પર સંકટ

PC: techjuice.pk

આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનની સામે દર રોજ સવારે એક નવી મુસીબત ઉભી થઇ રહી છે. મોંઘવારીના કારણે સામાન્ય પાકિસ્તાનીના ભાણાંમાંથી રોટલી પણ ગાયબ થવા લાગી છે. ઘઉંના લોટ જેવી સામાન્ય વસ્તુઓની કિંમત પણ આસમાને પહોંચી રહી છે અને થોડા દિવસો પહેલા વિજળી સંકટના કારણે પાકિસ્તાનની નજીક 30 શહેરો અંધારામાં ડૂબી ગયા છે. કુલ મળીને પરિસ્થિતિ દરરોજ ખરાબ થઇ રહી છે. હજારો પાકિસ્તાની દરરોજ પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 2023માં લાખો પાકિસ્તાનીઓ બેરોજગાર થઇ રહ્યા છે.

પાકિસ્તાનની ન્યુઝ એજન્સી ધ ડોનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, બંધ થતા વેપાર અને ફેક્ટ્રીઓમાં ઘટતા પ્રોડક્શનના કારણે 2023માં લગભગ 62 લાખ લોકો બેરોજગાર થઇ શકે છે. આ આંકડો પાકિસ્તાનની કુલ વર્કફોર્સનો 8.5 ટકા છે. આ એવા લોકો હશે, જે કામ કરવા માટે તૈયાર હશે, પણ તેમની પાસે રોજગાર ન હશે.

ભારે બેરોજગારીની આશંકાના કારણે પાકિસ્તાનની સરકાર જલ્દીમાં જલ્દી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી રાહત પેકેજની આશા કરી રહી છે. આ સ્થિતિમાં સરકાર મિની બજેટને ટાળી ન શકશે. કહેવાઇ રહ્યું છે કે, મિની બજેટ આવવાથી પાકિસ્તાનમાં બેરોજગારી ઘટશે.

મિની બજેટમાં શહબાઝ શરીફના સરકાર ગેસ અને વિજળીની કિંમતોમાં વૃદ્ધિ, પેટ્રોલિયમ ઉત્પાદનો પર વધારાનો ટેક્સ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર પણ ટેક્સ વધારશે. કારણ કે, તેના સિવાય સરકાર પાસે કોઇ અન્ય રસ્તો નથી બચ્યો. તેનાથી સ્ટેગફ્લેશન વધશે. સ્ટેગફ્લેશનનો ઉપયોગ ત્યારે થાય છે કે જ્યારે, મોંઘવારી અને બેરોજગારી દર બંને જ ચરમ પર હોય છે.

પાકિસ્તાન એવી જ પરિસ્થિતિ તરફ વધતું નજરે પડી રહ્યું છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર નવી ઊંચાઇઓ પર પહોંચી જશે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર એક મહિનાના આયાત માટે પણ પૂરતો નથી. તેથી, સરકાર IMF પાસે કોઇપણ પ્રકારે લોન લેવાના રસ્તા શોધી રહી છે. તેથી મિની બજેટને અવગણી શકાશે નહીં, જેના કારણે બેરોજગારી વધશે.

પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર એટલો ઓછો થઇ ચૂક્યો છે કે જરૂરી સામાનોના આયાત પણ ઓછા થઇ ગયા છે. રોજીંદી જરૂરિયાતની સાથે જ પાકિસ્તાનમાં લોટ, ગેસ, પેટ્રોલથી લઇને દવાઓ સુધીનું સંકટ ઊભું થઇ ગયું છે. પહેલા જ બરબાદીની રાહ પર ચાલી રહેલી પાકિસ્તાની અર્થવ્યવસ્થાના ફેફસામાં 2022માં આવેલા પૂરનું પાણી ભરાયું અને આખા દેશમાં નુકસાન જોવા મળ્યું. બાકી રહેલી ચીજો ત્યાંની સરકારની નીતિઓએ પૂરી કરી. હુક્મરાનોના દેવા લેવાની આદતે પાકિસ્તાનની ઇકોનોમીને ખાડે પાડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp