સેનામાં ટ્રાન્સજેન્ડરની ભરતી રોકવા ટ્રમ્પ સરકારે કોર્ટના દ્વાર ખટખટાવ્યા

PC: ndtvimg.com

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનએ ગુરુવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં વિનંતી કરી હતી કે ટ્રાન્સજેન્ડર લોકોની અમેરિકી સેનામાં નિયુક્તિ કરવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવે. જ્યાં સુધી આ મામલે કોર્ટ કોઈ ચૂકાદો ન આપે. પ્રશાસને કહ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર લોકોને નિયુક્ત કરવાથી અમેરિકી સેના પર ખોટો પ્રભાવ પડે છે અને તેનાથી સેનાની ક્ષમતા ઉપર પણ જોખમ પેદા થાય છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં સમયમાં આ નીતિને લાગુ કરવામાં આવી હતી.

આ નીતિ અંતર્ગત અમેરિકી સેનામાં 1 જુલાઇ, 2017નાં રોજ ટ્રાન્સજેન્ડર લોકોની ભરતી કરવાની હતી પણ ટ્રમ્પ પ્રશાસને આ સમય સીમાને 1 જાન્યુઆરી, 2018 સુધી લંબાવી હતી અને ત્યાર બાદ આ નીતિ પર પૂર્ણવિરામ મુકવાનો નિર્ણય લીધો હતો.

જો કે, ટ્રાન્સજેન્ડર લોકોની ભરતી પરના પ્રતિબંધને કોર્ટમાં ઘણી વાર પડકારવામાં આવ્યો હતો, જે પછી બદલાયેલી નીતિ રજૂ કરવામાં આવી જેમાં ટ્રાન્સજેન્ડર લોકોની સેવાઓ પર વ્યાપક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. પાછળથી આ નીતિને પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, સરકારે અમેરિકી સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી કરવાની અપીલ કરી હતી અને ગુરુવારે વિનંતી કરી કહ્યું હતું કે, જ્યાં સુધી અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી નીચલી કોર્ટના નિર્ણયને સસ્પેન્ડેડ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp