લોકડાઉન કર્યા વગર જ આ દેશે કોરોના વાયરસની મહામારી પર કાબુ મેળવી લીધો

PC: thecrazytourist.com

કોરોના વાયરસને કારણે દુનિયાના અનેક દેશે લોકડાઉન લાગું કર્યું હતું. જેના કારણે જે તે દેશની આર્થિક પ્રવૃતિઓમાં એકાએક બ્રેક લાગી ગઈ હતી. વિશ્વના અનેક દેશ આ મહામારી પર કાબુ મેળવવા માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે. પણ દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં કોઈ પ્રકારના લોકડાઉન વગર આ મહામારી પર કાબુ મેળવી લેવાયો હતો. આ દેશનું નામ છે તુર્કી. જ્યાં તા.19 માર્ચના રોજ પ્રથમ કેસ નોંધાયો હતો.

ટૂંક જ સમયમાં આ કોરોના વાયરસ દેશના દરેક ખૂણામાં ફેલાઈ ગયો. એક જ મહિનામાં સમગ્ર દેશનાં 81 પ્રાંતમાં કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો હતો. દુનિયાના બીજા દેશમાં જે ગતિથી આ વાયરસ ફેલાઈ રહ્યો હતો એ ગતિથી તુર્કીમાં પણ સંક્રમણ જોવા મળ્યું હતું. એક સમયે સ્થિતિ ચીન અને બ્રિટન કરતા પણ ખરાબ થઈ ચૂકી હતી. એવી પણ આશંકા સેવાઈ રહી હતી કે, તુર્કીમાં બ્રિટન અને ઈટાલી કરતા પણ મોતનો આંકડો વધી જશે. એ સમયે ઈટાલીની સ્થિતિ ખૂબ ગંભીર રહી હતી. ત્રણ મહિના થયા છતાં એવું કંઈ થયું નહીં. ખાસ વાત એ છે કે, તુર્કીએ કોઈ પ્રકારનું લોકડાઉન પણ લાગુ કર્યું નથી.

તુર્કીમાં કોરોના વાયરસને કારણે કુલ 4397 લોકોનાં મોત નીપજ્યા છે. વાસ્તવિક સંખ્યા થોડી વધારે હોઈ શકે છે કારણ કે તુર્કીએ એ જ લોકોનાં મોતના આંકડાને ધ્યાને લીધા છે જેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પણ બીજા દેશની તુલનામાં તુર્કીની સંખ્યા ઓછી રહી છે. યુનિવર્સિટી ઓફ કેન્ટમાં વાયરોલોજીમાં લેક્ચરર તરીકે કામ કરતા ડૉ. જેરેમી રોસમેનના જણાવ્યા અનુસાર તુર્કીએ આ મહામારી પર કાબુ મેળવી લીધો છે. તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને ટેસ્ટ કરવા, ઓળખ કરવા અને અલગ કરવા તથા બહારના દેશમાંથી આવતા લોકો પર કાપ મૂકવા જેવા મુદ્દે તુર્કીએ કેટલાક અસરકારક નિર્ણય કર્યા છે. તુર્કી વાયરસની ગતિનો પ્રભાવ ઓછો કરવામાં સફળ રહ્યો છે. જ્યારે સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે તુર્કીએ દરરોજના કેટલાક કામ પર એકા એક પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલું જ નહીં કોફી હાઉસ જેવી સામાન્ય દુકાન પણ બંધ કરાવી દીધી હતી. મસ્જીદમાં સામુહિક નમાજ અને શૉપિંગ સ્ટ્રીટ પણ બંધ કરી દેવામાં આવી હતી.

65 વર્ષથી ઉપરના લોકો અને 20 વર્ષથી નીચેના લોકોને લોકડાઉનમાં ઘરમાં બંધ કરી દીધા હતા. મુખ્ય શહેરને સીલ કરી દેવામાં આવ્યા હતા. ઈસ્તાંબુલ કોરોનાનું કેન્દ્ર બની ગયું હતું. ત્યાર બાદ વાયરસ ટ્રેસિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર તુર્કીમાં છ થી સાત હજાર ટીમ ઊતારવામાં આવી. સતત આઠ કલાકથી વધારે સમય સુધી આ ટીમના સભ્યોએ કામ કર્યું. ડૉ.અસલાન કહે છે કે, અમારી યોજના તૈયાર હતી ત્યાર બાદ કામ પર લાગી ગયા હતા. દરેક ઈમારતમાં રહેતા લોકોની તપાસ કરવામાં આવી. શરૂઆતમાં જ્યારે વાયરસ અંગે ખ્યાલ આવ્યો ત્યારે ડરી ગયા હતા. પણ તુર્કીએ ખૂબ ગતિથી આ અભિયાન પૂર્ણ કર્યું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કાર્યકારી પ્રમુખ ડૉ. ઈર્શાદ શેખે કહ્યું કે, ટેસ્ટિંગથી આ ચિત્ર બદલાયું છે. પરિણામ માટે લોકોએ પાંચથી છ દિવસ સુધી રાહ જોઈ હોય એવા પણ બનાવ છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્વોરેન્ટાઈન અને અલગ અલગ કરવાની નીતિ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું. હાઈડ્રોક્સીક્લોરિનની રસી પણ આપવામાં આવી હતી. તેથી કેસ કંટ્રોલમાં છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp