દીકરીને લિપ કિસ કરતો ફોટો પોસ્ટ કરી ટીવી સ્ટારે હેટર્સને આપ્યો જવાબ

PC: thejjreport.com

એક  ટીવી સ્ટાર અને સેલિબ્રિટી શેફે પોતાની દીકરીની સાથે લિપ કિસ કરતો એક ફોટો શેર કર્યો છે અને તેને નફરત કરનારા લોકોને જવાબ આપ્યો છે. તેનો આ ફોટો વાયરલ થઈ ગયો છે. ઇટલીના 45 વર્ષના શેફ જીનો ડીએકૈમ્પોની સોશિયલ મીડિયા સ્ટારમાં ગણતરી કરવામાં આવે છે. ઈન્સ્ટા પર 15 લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે. તેમણે તેમની દીકરી સાથે ફોટો પોસ્ટ કરતા લખ્યું, અહીં હાજર તમામ નફરત કરનારા લોકો માટે... હાં, હું હજી પણ મારી દીકરીને લિપ પર કિસ કરું છું. આમાંથી બહાર નીકળો અને જીવનમાં કંઈક આકર્ષક કરો, એક્સાઇટિંગ કરો.

ફોટો પર કોમેન્ટ સેક્શનમાં લોકો તેને સપોર્ટ કરતાં પણ દેખાય છે. જીનો ડીએકૈમ્પો સોશિયલ મીડિયા પર ફેમિલી લાઈફ સાથે જોડાયેલા અપડેટ શેર કરતો રહે છે. તે પોતાની નાની દીકરીની સાથે ક્લીક કરવામાં આવેલા ફોટાઓ ઘણીવાર શેર કરે છે.

જીનોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ મુજબ તેને ખાવાનું બનાવવાનું અને પીવાનું પસંદ છે. તે ઘણી રેસ્ટોરન્ટનો માલિક પણ છે. તેણે બે ફોટા શેર કર્યા. પહેલા ફોટોમાં તે દીકરી મિયાને લિપ કિસ કરતા દેખાય છે. જ્યારે બીજા ફોટામાં  તેઓ એકબીજાની સામે જોઈને હંસતા દેખાઈ રહ્યા છે.

To all the haters out there……yes I still kiss my principessa on the lips, get over it and get a life 😎…..
GDx pic.twitter.com/spKOmQyHLp

અહીં તમને જણાવી દઈએ કે, જીનોને ટ્વીટર પર 1.8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર જીનોના 1.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ફોટો પોસ્ટ કર્યા પછી જ લોકો કોમેન્ટ સેક્શનમાં પોતાનો અભિપ્રાય આપવા લાગ્યા. ટ્વીટર પર એક યૂઝરે લખ્યું, દીકરીને લિપ્સ પર કિસ કરવામાં કંઈ ખરાબી નથી. પરંતુ તમે જો આવા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો તો તમારે ફરિયાદ નહીં કરવી જોઈએ. લોકોની પાસે પોતાનો અભિપ્રાય હોય છે અને જો તમે તેને નથી જોવા માંગતા તો ફોટાને પ્રાઇવેટ રાખો.

બીજા યુઝરે જીનોના સપોર્ટમાં લખ્યું, મારી માતાના મોત પહેલા સુધી હું હંમેશાં મારી માતાના લિપ પર કિસ કર્યા કરતો હતો. તમારે તમારી વ્હાલી દીકરી સાથેના સબંધને જસ્ટિફાઈ કરવાની જરૂર નથી. 

View this post on Instagram

A post shared by Gino D’Acampo (@iamginodacampo)

જીનોની પોસ્ટ પર વધુ પડતા લોકો તેના સપોર્ટમાં કમેન્ટ કરતા જોવા મળ્યા. અહીં તમને જણાવી દઈએ કે, જીનો અને તેની પત્ની જેસિકાના ત્રણ બાળકો છે. 19 વર્ષનો દીકરો લુસિયાના, 16 વર્ષનો રોક્કો અને 9 વર્ષની દીકરી મિયા. ટીવી સ્ટાર જીનો પોતાની અડગતા માટે ઓળખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp