અમેરિકામાં બે ગુજરાતી યુવકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી

PC: youtube.com

વિદેશમાં ગુજરાતીઓની હત્યાના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવે છે ત્યારે અમેરિકાના ડેનમાર્કમાં અજાણ્યા ઇસમો દ્વારા બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, લૂંટના ઈરાદે આવેલા કેટલાક ઇસમોએ આ યુવકોની હત્યા કરી છે. આ હત્યાની ઘટના ઘટના સ્થળની નજીકમાં લાગેલા CCTV કેમેરાના કેદ થવા પામી છે. આ સમગ્ર મામલે ડેનમાર્ક પોલીસે આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

એક રિપોર્ટ અનુસાર મહેસાણા પંથકમાં રહેતા કિરણ અને ચિરાગ નામના બે યુવકો નોકરી કરવા મતે અમરિકાના ડેનમાર્કમાં ગયા હતા ત્યાં આ બંને યુવકોને સાઉથ કોરોલીના એક પેટ્રોલ પંપ પર આવેલા સ્ટોરમાં નોકરી કરતા હતા. 14 નવેમ્બરના રોજ રાત્રી પોણા અગ્યાર વાગ્યાના સમયની આસપાસ કેટલાક લૂંટારૂઓઓ ગન જેવા હથીયારી સાથે લૂંટના ઈરાદે પેટ્રોલ પંપ પર આવ્યા હતા અને ત્યારબાદ પેટ્રોલ પંપ પર રહેલા સ્ટોલમાં ઘૂસી ગયા હતા. સ્ટોરમાં રહેલા કિરણ અને ચિરાગને આ લૂંટારૂઓ સાથે ઝાપઝાપી થઇ હતી. જેમાં 4 જેટલા ઇસમોએ કિરણ અને ચિરાગને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં યુવકોએ પોતાનો જીવ બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીઓએ ગોળી મારી હોવાના કારણે યુવકો પોતાનો જીવ બચાવી શક્યા નહોતા.

આ સમગ્ર ઘટનાને પગલે ડેનમાર્ક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતો. આ હત્યાની ઘટના સ્ટોર પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસનીએ CCTV ફૂટેજ પરથી જાણવા મળ્યું હતું કે, બંને યુવકો અને લૂંટારૂઓ વચ્ચે પહેલા છુટ્ટાહાથની મારામારી થઇ હતી અને ત્યારબાદ એક લૂંટારૂ પોતાની પાસે રહેલી ગનથી ગુજરાતી યુવકો પર ફાયરીંગ કરીને તેમને મોતની ઘાટ ઉતારી દીધા હતા. હાલ CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp