બ્રિટનના શાહી પરિવારમાં હાઉસકીપર બનો, મળશે 18.5 લાખ સેલેરી

PC: abplive.com

બ્રિટનનો શાહી પરિવાર હાઉસકીપિંગ આસિસ્ટન્ટ શોધી રહ્યો છે, જે વિન્ડસર પેલેસમાં ઈન્ટીરિયર સહિત અન્ય બાબતોનું ધ્યાન રાખી શકે. આ જોબ માટે 19140.09 પાઉન્ડ એટલે કે 18.5 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ સેલરી ઓફર કરવામાં આવી રહી છે. આ જાહેરાત રોયલ હાઉસહોલ્ડની ઓફિશિયલ વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં ફેમિલી ઓફ બ્રિટીશ મોનાર્ચ ક્વીન એલિઝાબેથ 2 દ્વારા લેવલ 2 એપ્રેન્ટિસશિપ માટે પસંદ કરાયેલા કેન્ડિડેટને પેલેસમાં જ રહેવાની સુવિધા ઓફર કરવામાં આવી છે. જાહેરાતમાં વિન્ડસર પેલેસમાં જ કામ કરવા અંગે જણાવવામાં આવ્યું છે, પરંતુ પસંદ કરાયેલા કેન્ડિડેટે જરૂરિયાત અનુસાર બર્મિંઘમ પેલેસમાં પણ કામ કરવું પડી શકે છે. આ પરમેનન્ટ અને ફુલ ટાઈમ જોબ છે, જેમાં સોમવારથી રવિવારના અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું રહેશે. પસંદ કરાયેલા ઉમેદવારે પેલેસના ઈન્ટીરિયર્સ અને આઈટમ્સની સાફસફાઈ અને જાળવણીની સાથે તેને વ્યવસ્થિતરીતે અરેન્જ કરવાના રહેશે.

હાઉસકીપિંગ આસિસ્ટન્ટ તરીકે પસંદગી પામ્યા બાદ કેન્ડિડેટે વિન્ડસર કાસલ દ્વારા તૈયાર કરવામાં આવેલા 13 મહિનાના ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેવો પડશે. આ સમયગાળા દરમિયાન હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીનો અનુભવ ધરાવતા કેન્ડિડેટ તેની ટેકનિકલ સ્કિલ ડેવલપ કરી લેશે. નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારનું અંગ્રેજી અને ગણિતનું જ્ઞાન સારું હોવું ખૂબ જ જરૂરી છે અને તેમનામાં ડેડલાઈનમાં કામ પૂર્ણ કરવાની એબિલિટી પણ હોવી જરૂરી છે. એટલું જ નહીં, રોયલ હાઉસહોલ્ડ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે, આ જોબ વ્યક્તિને તેના પોર્ટફોલિયોને સ્ટ્રોંગ બનાવવામાં મદદરૂપ બનશે. આ જોબ માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 28 ઓક્ટોબર, 2020 છે.

હાઉસકીપિંગ આસિસ્ટન્ટ તરીકે જોબ કરનાર કેન્ડિડેટ્સને પગાર ઉપરાંત પણ અન્ય ઘણા લાભો મળશે. જેમકે, તેમને આખા વર્ષ દરમિયાન 33 બેંક હોલિડે મળશે સાથે જ પેન્શન સ્કિમનો પણ લાભ મળશે. આ ઉપરાંત, કેન્ડિડેટને પેલેસમાં યોજવામાં આવતી મનોરંજનની વિવિધ એક્ટિવિટીમાં ભાગ લેવાની પણ તક મળશે. રોયલ ફેમિલી આ જોબ માટે એવા કેન્ડિડેટની શોધ કરી રહ્યું છે, જે પોતાના કામમાં માહેર હોય અને પ્રેક્ટિકલી માઈન્ડેડ હોય, તેમજ પોતાના કામને ખંતપૂર્વક કરી શકે અને હંમેશાં પોતાના સ્ટાન્ડર્ડને ઊંચા રાખે.

લેવલ 2 એપ્રેન્ટિસની જોબ ઉપરાંત, વિન્ડસર પેલેસમાં ક્લિનરની જોબ પર પણ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ જોબ માટે પણ રજિસ્ટ્રેશન 28 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. આ જોબ માટે રોયલ ફેમિલી એવા વ્યક્તિને શોધી રહ્યું છે, જે અઠવાડિયામાં વિન્ડસર પેલેસમાં 20થી 30 કલાક કામ કરી શકે અને એકસાથે બેથી ત્રણ રોલ પ્લે કરી શકે. અથવા તો લંડનમાં અઠવાડિયામાં 20 કલાક કામ કરે અને એક રોલ બખૂબી નિભાવી શકે. વિન્ડસર પેલેસમાં કામ કરનારા કેન્ડિડેટે અઠવાડિયામાં પાંચ દિવસ રોટેશનલ વિક ઓફ્સ સાથે કામ કરવું પડશે જ્યારે લંડનમાં કામ કરનારા કેન્ડિડેટે અઠવાડિયામાં વિકએન્ડ સહિત ચાર દિવસ કામ કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp