US ઈન્‍ડિયન બિઝનેસ કાઉન્‍સીલ પ્રેસિડન્‍ટ તરીકે નિશા દેસાઈની નિમણુંક

PC: newsnation1.com

વધુ એક ગુજરાતી નિશા દેસાઇ અમેરિકાના મહત્વપૂર્ણ પદ ઉપર આરુઢ થયા છે. યુ.એસ. ઇન્ડિયન બિઝનેસ કાઉન્સીલના પ્રમુખ તરીકે નિશા દેસાઇની વરણી થઇ છે.
યુ.એસ. ચેમ્‍બર ઓફ કોમર્સએ 10 ઓક્‍ટોબરે ગુજરાતી અમેરિકન મહિલા નિશા દેસાઈ બિશ્વાસને યુ.એસ. ઈન્‍ડિયા બિઝનેસ કાઉન્‍સીલના પ્રેસિડન્‍ટ તરીકે જાહેર કર્યા છે.
યાદ રહે કે ઓબામાના વહીવટી તંત્રમાં અમેરિકાના વિદેશ વિભાગના પૂર્વ ડિપ્‍લોમેટ નિશા દેસાઈ બિશ્વાસે આ હોદા ઉપર નિમણુંક મળવા બદલ ગૌરવ વ્‍યક્‍ત કર્યુ છે. તેમણે જણાવ્‍યું હતું કે વર્તમાન સમય બંને દેશો વચ્‍ચે વ્‍યાવસાયિક સંબંધો વધારવા માટેનો શ્રેષ્‍ઠ સમય છે.

તેમણે 2013 થી 2017ની સાલ દરમિયાન યુ.એસ. ડીપાર્ટમેન્‍ટ ઓફ સ્‍ટેટમાં આસીસ્‍ટન્‍ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં ભારત અને યુ.એસ. વચ્‍ચેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં મહત્‍વનું યોગદાન આપ્યું હતું . તેમની કામગીરીને ધ્યાનમાં લઇ ભારત સરકારે આ વર્ષની શરૂઆતમાં જ તેમનું એવોર્ડ આપી સન્‍માન કર્યુ હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp