દુનિયાની પ્રથમ ઘટના: ટાટા પાવર પ્લાન્ટ કેસ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં

PC: unionleader.com

ગુજરાતના કચ્છ જિલ્લાના ટુંડા ગામમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (IFC)ના ફાયનાન્સ હેઠળ ટાટા મુન્દ્રા પાવર પ્લાન્ટ ચાલે છે. આ પ્લાન્ટ વિરુદ્ધ ગામવાસીઓએ ફરિયાદ કરી છે પરંતુ ભારતની નહીં અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અને ત્યાંની કોર્ટે આ અરજી સ્વીકારી પણ લીધી છે. આ પ્રકારની આ ઘટના વિશ્વમાં સર્વપ્રથમ છે. આ પાવર પ્લાન્ટ કોલસાથી ચલાવવામાં છે. આ કારણે આજુબાજુના વિસ્તારનું પર્યાવરણ દુષિત થઈ રહ્યું છે એવું ગામજનોનું કહેવું છે. અને આ જ કારણે તેમણે અમેરિકાની સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે અરજીનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે આગામી ઓક્ટોબરમાં આ સંદર્ભે સુનાવણી કરવામાં આવશે.

આ સુનાવણીમાં એ નક્કી કરવામાં આવશે કે 1945ના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઈમ્યુનિટી એક્ટ હેઠળ IFC મુક્તિ માટે અધિકાર ધરાવે છે કે નહીં. ગામવાસીઓએ તેમની પીટીશનમાં એવો દાવો કર્યો છે કે ટાટા મુન્દ્રા પાવર પ્લાન્ટ વૈશ્વિક પર્યાવરણના ધારાધોરણો જાળવવામાં નિષ્ફળ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp