પ્રેમિકાનો પતિ ઘરે આવી જતા ચોથા માળેથી નગ્ન હાલતમા કૂદી પડ્યો પ્રેમી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માત્ર 10 સેકન્ડના આ વીડિયોમાં એક વ્યક્તિ નગ્ન હાલતમાં એક ઈમારતની બારી સાથે લટકેલો દેખાઈ રહ્યો છે. તે ઈમારતના ચોથા માળ પર છે. દિવસનો સમય છે ને નીચે લોકોનો અવાજ સંભળાઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે વ્યક્તિનું એક પરીણિત મહિલા સાથે પ્રેમ-પ્રસંગ ચાલી રહ્યો હતો. તે પોતાની પ્રેમિકાને જ મળવા માટે આવ્યો હતો, પરંતુ તેવામાં મહિલાનો પતિ ઘરે આવી ગયો.

વીડિયોમાં તે વ્યક્તિ થોડીવાર સુધી બારી સાથે લટકી રહ્યો, પરંતુ થોડીવાર બાદ તેની પકડ ઢીલી પડી ગઈ અને તે સીધો નીચે કચરાના ડબ્બા પર પડ્યો. આ ઘટનાના વીડિયોને 30 નવેમ્બરના દિવસે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો, અને અત્યારસુધીમાં તે 4.4 બિલિયનવાર જોવાઈ ચુક્યો છે.

રિપોર્ટ અનુસાર, આ વીડિયો ચીનનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ શકી નથી. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીચે પટકાવાને કારણે તે વ્યક્તિની કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો અંગે વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp