બિકીની પહેરીને હવે એર હોસ્ટેસ કરશે તમારું સ્વાગત, ભારત આવી રહી છે આ એરલાઇન કંપની

PC: sickchirpse.com

વિવાદોમાં રહેનારી બિકીની એરલાઇન્સે હવે વિયેતનામના હો ચી મિન્હ શહેરથી દિલ્હી સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની આ સર્વિસ આ વર્ષે જુલાઈથી ઓગસ્ટ મહિના વચ્ચે શરૂ કરી શકે છે. વિએટજેટ એરલાઇન્સ પોતાના મોડર્ન કન્સેપ્ટને લઈને દુનિયાભરમાં ફેમસ છે. વિમાનની અંદર સર્વિસ આપતી એર હોસ્ટેસ બિકીનીમાં જોવા મળે છે. આને લઈને ઘણો વિવાદ પણ થયો હતો, પરંતુ તો પણ આ એરલાઇન્સનો લોકો મોટી સંખ્યામાં ઉપયોગ કરે છે.

વિમાનમાં સર્વિસથી વધારે તો વિએટજેટ તરફથી દર વર્ષે પબ્લીશ થતું કેલેન્ડર ચર્ચામાં હોય છે. વિએટજેટ ભારતથી વિયેતનામ સુધી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરનારી પહેલી એરલાઇન્સ છે.

વિએટજેટે સ્પષ્ટ કર્યું છે કે, વિયેતનામ-ઈન્ડિયા વચ્ચે આ નોન-સ્ટોપ ફ્લાઇટ હશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ભારત-વિયેતનામની ફ્લાઇટ સિંગાપોર, થાઇલેન્ડ અથવા મલેશિયા થઈને જ જાય છે. વિએટજેટે 2012મા પોતાનું પહેલું બિકીની કેલેન્ડર લોન્ચ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp