ICCના POLLમાં કોહલી અને ઈમરાન ખાનમાં ચાલી કાંટાની ટક્કર, જાણો કોણ જીત્યું

PC: opindia.com

ICCના એક પોલમાં બુધવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને મોજૂદ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. અંતે આ મુકાબલો રસાકસી ભર્યો રહ્યો પણ ઈમરાન ખાને આ પોલમાં બાજી મારી લીધી. પાછલા 24 કલાકમાં આ પોલને લઇ સોશિયલ મીડિયા પર ખાસ્સો બઝ બની રહ્યો હતો.

ICC દ્વારા પાછલા દિવસોમાં એક પોલની શરૂઆત કરવામાં આવી. જેમાં કેપ્ટન તરીકે કોનું પ્રદર્શન સારુ રહ્યું, તેના પર વોટ માગવામાં આવ્યા. બુધવારે આ પોલની છેલ્લી ઘડીમાં વિરાટ કોહલી અને ઈમરાન ખાનની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી હતી.

પોલમાં કુલ 5.36 લાખ વોટ નાખવામાં આવ્યા, જેમાંથી 47.3 ટકા ઈમરાન ખાન અને 46.2 ટકા વોટ વિરાટ કોહલીને મળી શક્યા.

ભારતમાં ટ્વીટર પર સતત વિરાટ કોહલી માટે વોટિંગ કરવાની અપીલ થઇ રહી હતી અને નંબર વન ટ્રેન્ડ બની રહ્યો છે. શરૂઆતમાં ઈમરાન ખાન આ પોલમાં આગળ ચાલી રહ્યા હતા, પણ વચ્ચે વિરાટ કોહલી સતત કાંટાની ટક્કર આપી રહ્યો હતો.

પાછલા દિવસોમાં ICCએ ટ્વીટ કરી કે ક્રિકેટની દુનિયામાં અમુક ખેલાડી એવા છે, જેમની કેપ્ટન્સી પછી પરફોર્મન્સ સતત શ્રેષ્ઠ થતું રહ્યું છે. આ પોલમાં વિરાટ કોહલી, ઈમરાન ખાન ઉપરાંત સાઉથ આફ્રિકાનો ધુરંધર બેટ્સમેન એબી ડિવિલિયર્સ અને ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર મેગ લેનિંગ સામેલ રહ્યા. ICCએ દરેકના રેકોર્ડ શેર કર્યા હતા. ત્યાર પછી ઓનલાઇન પોલિંગ થઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp