સતત ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ બનતા વ્લાદિમીર પુતિન

PC: indianexpress.coma

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રેકોર્ડ મતોના અંતરથી ફરી એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તેઓ સતત ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. જીત પછી હવે તેઓ આગામી છ વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળશે.

પુતિને  જીત પછી તેમના દેશવાસીઓના જીવનસ્તરમાં સુધાર લાવવાની અને દેશની રક્ષા પ્રણાલીને વધુ મજબૂત કરવાનો દાવો કર્યો છે. પુતિન હવે 2024 સુધી દેશના રાષ્ટ્રપતિ તરીકેનું પદ શોભાવશે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામ પહેલા એક્ઝીટ પોલમાં પણ અન્ય ઉમેદવારો કરતા આગળ બતાવવામાં આવી રહ્યા હતા. એક્ઝીટ પોલમાં પુતિનને બીજા ઉમેદવારોની સરખામણીએ કુલ 73.9 ટકા વોટ આપવામાં વ્યા હતા. તેના પછી પુતિનના ફરીથી એક વખત રાષ્ટ્રપતિ બનવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

રશિયાના આશરે 1200 જેટલા મતદાન કેન્દ્રોના આંકડાઓને મળીને એક્ઝીટ પોલ કરવામાં આવ્યો હતો. આ સિવાય રશિયાની સેન્ટ્રલ ઈલેક્શન કમિશને ચૂંટણીમાં આંશિક રૂપથી કેટલીક ગડબડ હોવાનું કહ્યું હતું પરંતુ કુલ મળીને કમિશને આ ચૂંટણીને સામાન્ય પ્રક્રિયા હેઠળ થયેલી ચૂંટણી જ માની હતી. પુતિન વિરુદ્ધ રાષ્ટ્રપતિ પદ માટે અન્ય સતા ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હતા.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp