ઈંગ્લેન્ડ પહોંચતા જ વસીમ જાફર સાથે માઈકલ વૉને શરૂ કરી ટ્વીટર વોર

PC: hindustantimes.com

સોશિયલ મીડિયા પર વસીમ જાફર અને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન એકબીજા માટે મીમ્સ અને જોક્સ શેર કરીને મજાક ઉડાવવા લાગ્યા હતા. બંને વચ્ચે ટ્વીટર વોરની ખબરો આવવા લાગી હતી. હવે જ્યારે ભારતીય પૂર્વ ક્રિકેટર વસીમ જાફર ઇંગ્લેન્ડમાં છે તો પૂર્વ ઇંગ્લિશ કેપ્ટને ફરીથી ટ્વીટર વોર શરૂ કરી દીધું છે. જાફરે લોર્ડ્સના ઐતિહાસિક મેદાનથી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી, જેના પર માઇકલ વોને રિએક્ટ કરીને તેણે વસીમ જાફરની મજાક ઉડાવવાની કોશિશ કરી હતી.

થયું એવું કે, જાફરે લોર્ડ્સના મેદાન પરથી પોતાની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, હોમ ઓફ ક્રિકેટમાં સૂરજ ચમકી રહ્યો છે અને વાતાવરણ પણ ખુશનુમા છે. જાફરે આ તસવીર પર વોનને વ્યંગ કરતા લખ્યું કે, વસીમ ક્યા આપ યહાં પહેલે ટેસ્ટ વિકેટ કે 20 સાલ પૂરે હોને પર આયે હૈ? વર્ષ 2002માં આ જ મેદાન પર વોને જાફરને આઉટ કરીને પોતાના ટેસ્ટ કરિયરની પહેલી વિકેટ હાંસલ કરી હતી. એવામાં પૂર્વ ઇંગ્લિશ કેપ્ટને જાફર માટે આવી કોમેન્ટ કરીને મજાક ઉડાવવાની કોશિશ કરી હતી.

પણ ભારતીય પૂર્વ દિગ્ગજ જાફરે પોતાના અંદાજમાં રિપ્લાઇ કરી મહેફિલ લૂંટી લીધી હતી. જાફરે એક અન્ય તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું હતું કે, માઇકલ, યહાં મે ઇસકે 15 સાલ પૂરે હોને પર આયા હું. જે તસ્વીર જાફરે શેર કરી છે તે વર્ષ 2007ની છે જ્યારે, ભારતે ઇંગ્લેન્ડની યાત્રા પર ટેસ્ટ સીરિઝ જીતીને સફળતા હાંસલ કરી હતી. તે યાદગાર યાત્રા પર જાફરે અદભૂત બેટિંગ કરી હતી અને 3 મેચોમાં કુલ 185 રન બનાવ્યા હતાં.

આ યાત્રા પર ભારતે 1-0થી સીરિઝ જીતીને મોટી સફળતા હાંસલ કરી હતી. તે જ સીરિઝની યાદ અપાવતા જાફરે માઇકલ વોનને જવાબ આપી તેની બોલતી બંધ કરી દીધી હતી. કારણ કે ફરી વોને તેના પર કોઇ ટ્વીટ કરી નહોતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરિઝની પાંચમી ટેસ્ટ મેચ બર્મિંઘમાં 1લી જુલાઇના રોજ રમાવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp