અમને ખબર છે કે શું ખોટુ થયું છે: અદાર પૂનાવાલા

PC: time.com

વિશ્વના સૌથી મોટા વેક્સીન નિર્માતા સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યભાર સંભાળનારા અદાર પૂનાવાલા મહામારી આવવા સુધી આશા રાખે છે કે, દુનિયા વધુ સારી રીતે તૈયાર હશે અને એવુ કરવા માટે ગ્લોબલ પેન્ડેમિક ટ્રીટી પર સંમત હશે.

તેમણે સ્વિત્ઝરલેન્ડના ડાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું અહીં ગ્લોબલ પેન્ડેમિક ટ્રીટીના મંચનો ઉપયોગ કરવાની આશા રાખું છું, ભલે એ વિશ્વના નેતાઓ અને બહુપક્ષીય સંગઠન હોય, તેમના એક સાથે આવવાથઈ વૈશ્વિક એકતા વધવામાં મદદ મળશે.

પૂનાવાલાએ કહ્યું કે, આપણે દરેક જાણીએ છીએ કે, આ મહામારીમાં શું ખોટુ થયું અને શું બરાબર થયું. કેટલીક વસ્તુઓ કે જે વેક્સીન બનાવવા માટે કાચો માલ મેળવવમાં, વેક્સીન પ્રમાણપત્રોને માન્યતા માટે, નીદાનના પરીક્ષણો અને વિનિર્માણની વૈશ્વિક સમજુતી, અધિક વેક્સીનનું નિર્માણ અને વિશ્વભરમાં ઉપચારને સુલભ બનાવવાના મુદ્દે કેટલીક ચીજ ખોટી થઇ. હું આ બધી વસ્તુઓને સ્થાપિત કરવાની આશા રાખુ છું.

પૂનાવાલા અનુસાર, જે સંધિની તે કલ્પના કરી રહ્યા છે, તેમાં ઓછામાં ઓછા 4 પ્રમુખ આધાર હશે. કાચા માલ અ વેક્સીનનો મુક્ત પ્રવાહ, વ્યાવસાયિક આધારે બૌદ્ધિક સંપદા, જે ઇનોવેટર્સને પુરસ્કૃત કરે છે, નિયામક માનકોની એક વૈશ્વિક સમજૂતી અને એક ડીજીટલ પ્લેટફોર્મ પર સાર્વભૌમિક યાત્રા વેક્સીન પ્રમાણપત્ર.

તેમણે કહ્યું કે, હું આ બધા મુદ્દાઓ પર કામ કરી રહ્યો છું અને દાવોસમાં બહુપક્ષીય સંગઠનો સાથે બંધ બારણે સર્ક્યુલેટ કરવા જઇ રહ્યો છું. આ એ સંગઠનનો છે જે તેને આગળ લઇ જશે. કોઇ એકલો દેશ આ નહીં કરી શકે.

તેમણે કોવિડ-19ની વેક્સીન માટે પણ કહ્યું કે, મને આશા છે કે, હજુ પણ ટ્રાન્સમિશનને રોકવા માટે સક્ષમ હશે. વેક્સીને હોસ્પિટલમાં દાખલ થવાથી અને આ ગંભીર બીમારીને ફેલાવાથી રોકી છે. પણ ભવિષ્યમાં મ્યુટંટ વેરિયેન્ટ સામે રક્ષણ અને સંક્રમણને રોકવામાં સફળ થવા માટે વાસ્તવિક શોધ હવે બહાર પડી ગઇ છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે અને કદાચ એક કે બે વર્ષમાં અમે આ વેક્સીનને પણ લોન્ચ કરીશું કે જે ટ્રાન્સમીશનને મૂળમાંથી રોકશે.

પોતાની આગળની યોજનાઓ વિશે તેમણે કહ્યું કે, પોતાના મલ્ટી-બિલિયોનેર બિઝનેસને વિવિધતા પ્રદાન કરતા અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં કામ કરશે. તેમણે કહ્યું કે, અમે ફ્યુઅલ સેલ અને ઇલેક્ટ્રોલાઇઝર બનાવવા માટે એક સ્વિસ કંપની ખરીદી છે. સૌર ઉર્જાને અને પવન ઉર્જાને હાઇડ્રોજનમાં બદલવા માટે એન્જીનીયરીંગની આવશ્યકતા હોય છે અને તેનાથી ટ્રાન્સપોર્ટેશન શક્ય બનશે. તેના માટે હું ઙારતમાં તેના માટેની મૂળભૂત જરૂરિયાતોના વિસ્તાર માટે પ્રયાસો કરી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp