પાકિસ્તાનના ધૈર્ય અને સમજદારીને કારણે ટળ્યું યુદ્ધઃ પાક વિદેશ મંત્રી કુરેશી

PC: hindustantimes.com

જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સરકારની ચૌધરી બનવાની આદત હજુ ભૂલાઈ નથી. પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દુનિયાભરમાં ફરી ફરીને ચૌધરી બની રહ્યા હતા. તેમાં તેમને કોઈ સફળતા ના મળી, તો હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી મેહમૂદ કુરેશીએ ચૌધરી બનવાનો મોરચો સંભાળી લીધો છે.

જણાવી દઈએ કે, શાહ મેહમૂદ કુરેશીએ પાકિસ્તાનમાં નિયુક્ત યુરોપીય દેશોના રાજનેતાઓ સાથે મુલાકાતમાં કાશ્મીર મુદ્દે રોદણા રડ્યા. ત્યારબાદ એવું કહી દીધું કે, આ તો પાકિસ્તાનનું ધૈર્ય અને તેની સમજદારી છે કે, જેણે ક્ષેત્રને અત્યારસુધી યુદ્ધથી બચાવી રાખ્યું છે, નહીં તો ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા ઈચ્છતું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, કુરેશીએ ગુરુવારે યુરોપીય રાજદૂતોના સન્માનમાં બપોરે ભોજનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારત વિરુદ્ધ ખૂબ જ ઝેર ઓક્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, ભારતે કાશ્મીરમાં હદ પાર કરી દીધી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે, ભારતે ક્ષેત્રને યુદ્ધમાં ઉતારવામાં કોઈ કસર નથી છોડી અને કાશ્મીરમાં ઝુલ્મોની તમામ હદો પાર કરી દીધી છે. તેમણે લુખ્ખી ધમકી આપતા કહ્યું કે, ભારત દ્વારા કાશ્મીરને પોતાનામાં ભેળવવાના પરિણામો તેણે ભોગવવા પડશે.

આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યા હતા કે, ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓને કારણે આગળ જતા માનવાધિકારોની સ્થિતિ હજુ વધુ ખરાબ થશે. તેમજ કાશ્મીરમાં એક તરફી નિર્ણય લેવા એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોની વિરુદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp