સંસદમાં માસ્ક પહેરવાનું ભૂલી જતા જર્મનીના રાષ્ટ્રપ્રમુખ એન્જલાએ લગાવી દોટ...

PC: twitter.com

કોરોના વાયરસથી હજુ આખી દુનિયા લડી રહી છે અને તેનો કેળ હજુ પણ દુનિયામાં જોવા મળી રહ્યો છે. તેવા સમયે હજુ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. પછી તે સામાન્ય લોકો હોય કે કોઈ રાષ્ટ્ર પ્રમુખ. કોરોનાએ બધાને મોઢા પર માસ્ક પહેરવા માટે મજબૂર કર્યા છે. તેવામાં જર્મનીમાં જે થયું તેને જોઈને લોકો એ પણ શીખવું જોઈએ જે લોકો આ જાનલેવા મહામારી દરમિયાન પણ માસ્ક પહેરવાથી બચે છે.

અસલમાં જર્મનીમાં શુક્રવારે સંસદ સત્રને સંબોધિત કરતા જર્મનની ચાન્સેલર એન્જલા મર્કલ તે સમયે ગભરાઈ ગઈ જ્યારે તેમને મહેસૂસ થયું કે તેમના ચહેરા પર માસ્ક જ નથી. તેમણે મહેસૂસ કર્યું કે તે પોતાનો માસ્ક પોડિયમ પર જ ભૂલી ગઈ છે. તેના પછી તેમણે માસ્ક લેવા માટે પોડિયમ સુધી દોડ લગાવી હતી અને આ દરમિયાન તે ઘણી ગભરાઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે તેનો વીડિયો શેર કર્યો છે અને હવે તે સોશિયલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો મર્કેલના આ પગલાંના ઘણા વખાણ કરી રહ્યા છે.

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તમને જોવા મળશે કે એન્જેલા મર્કેલે પોતાની ફાઈલ ટેબલ પર મૂકી, પરંતુ તેમને મહેસૂસ થયું કે તેઓ પોડિયમ પર મૂકેલા પોતાનું માસ્ક ભૂલી ગયા છે. તેઓ તેનાથી ભયભીત થઈ ગયા હતા. તેના તરત પછી પોડિયમની પાસે ભાગીને પહોંચ્યા અને પોતાનું માસ્ક લઈ લીધું હતું. અન્ય એક મહિલા એ માસ્ક સાફ કરી એન્જેલાને તેમનું માસ્ક સોંપ્યું હતું. આ વીડિયોને લઈને ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે- એન્જેલા મર્કેલ એક ભાષણ બાદ પોડિયમ પર પોતાનો ફેસ માસ્ક ભૂલી જાય છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ કરતા વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સત્ર દરમિયાન એન્જેલા મર્કેલે કોરોના દરમિયાન જર્મન સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અન્ય ધનિક દેશોને પૈસા સિવાય વિકાસશીલ દેશોને પોતાની કેટલીક વેક્સીન આપવાની આવશ્યકતા હોઈ શકે છે, કારણ કે આખી દુનિયામાં કોરોના વાયરસને માત્ર વેક્સીનેશનથી જ દૂર કરવામાં આવી શકે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp