ચીનના વુહાનની લેબમાં શું થયુ હતું કોરોના પર થયો મોટો ખુલાસો

PC: picknews.in

કોરોના વાયરસના સ્ત્રોતને શોધવા ચીનના વુહાન શહેર પહોંચેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (who)ની ટીમની મુલાકાત વચ્ચે એક મોટો ઘટસ્ફોટ થયો છે. વુહાન લેબના વૈજ્ઞાનિકોએ માન્યું કે રહસ્યમય ગુફાઓમાં ચામાચીડીયાના નમૂના લેતી લખતે કેટલાંક ચામાચીડીયા વૈજ્ઞાનિકોને કરડયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચીની ગુફાઓ કોરોના વાયરસથી સંક્રમિત ચામાચીડીયાનું  ઘર છે.ચીનની સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર લગભગ 2 વર્ષ પહેલાં બતાવવામાં આવેલા  એક વીડિયોમાં ચીનના વૈજ્ઞાનિકોએ ચામાચીડીયા કરડયા હોવાની વાત કબુલી હતી. આ વીડિયોમાં એ પણ નજરે પડી રહ્યું છે કે વુહાન ઇન્સ્ટીયૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ ચામાચીડીયાના નમૂના લેતી વખતે લાપરવાહી વર્તી હતી, જેને લીધે તેઓ ચામાચીડીયાના શિકાર બન્યા હતા.

વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજી પર સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરવાના આરોપો લાગતા રહ્યા છે. તાઇવાન ન્યૂઝના અહેવાલ મુજબ  29 ડિસેમ્બર 2017ના સીસીટીવીના એક વીડિયોમાં ચીની લેબની બેદરકારીના પુરાવા મળ્યા છે. ચીનની બેટ વુમન તરીકે ઓળખાતી વૈજ્ઞાનિક શી ઝેંગલી અને તેની ટીમ વાયરસના સોર્સને શોધવાનો પ્રયાસ કરી રહી છે એ વાતને દર્શાવવા માટે વીડિયો બનાવવામાં આવ્યો હતો.

https://youtu.be/MNkyeUZHUoU

બાયોસેફટી લેવલ 4 લેબ તરીકે જાણીતા વુહાન લેબના વૈજ્ઞીનિકોએ ગુફાની અંદર ચામાચીડીયાને પકડવામાં બેદરકારી રાખી હતી, એનું પરિણામ એ આવ્યું કે ચામાચીડીયાએ તેમને કરડી લીધા, વૈજ્ઞાનિકોએ પોતે વીડિયોમાં આ વાતની કબુલાત કરી છે અને કરડાયેલા તેમના હાથ પણ બતાવ્યા છે.વીડીયોમાં ચોંકાવનારી એ વાત પણ જોવા મળી કે વૈજ્ઞાનિકો શર્ટ કે ટી-શર્ટ પહેરીને ચામાચીડીયાના ચેપી મળને એકત્રિત કરી રહ્યા છે અને તે પણ પીપીઇ કીટ પહેર્યા વગર

વુહાન લેબના  એક સંશોધનકારે કહ્યું હતું કે,ચામાચીડીયાના ઝેરી દાંત મારા રબરના ગ્લોવ્ઝમાં ઘુસી ગયા હતા, મને એવું લાગ્યું હતું, જાણે મારા હાથમાં સોંય ઘુસી રહી છે. વુહાન લેબમાં સ્ટાફ ગ્લોવ્ઝ અને માસ્ક પહેર્યા વગર જ કામ કરતા નજરે પડયા. એ પણ ત્યારે જયારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવી લેબમાં સલામતીના કારણોસર પીપીઇ કીટ પહેરવી ફરજિયાત કરી છે. આ રહસ્મય ઘટસ્ફોટ એવા સમયે થયો છે જયારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ( who)ની  ટીમ કોરોના સ્ત્રોતની તપાસ માટે ચીનમાં મોજુદ છે.

ચીને લાંબી બબાલ પછી તપાસ ટીમને વુહાનમાં મુલાકાત અને તપાસ કરવાની મંજૂરી આપી છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે એક વૈજ્ઞાનિકે ખુલ્લા હાથથી ચામાચીડીયાને પકડી રાખ્યું છે. કેટલાંક સભ્યોએ શેવિંગ સ્યુટ પહેર્યા હતા, પરંતું તેમની સાથે ચર્ચા કરતા લોકો સામાન્ય કપડાંમાં હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp