જાણો શું છે વિશ્વના સૌથી ખુશ દેશ ફિનલેન્ડની ખુશીનું રહસ્ય

PC: jakpost.net

ફિનલેન્ડમાં ગરમીઓનું ખાસ મહત્વ છે. કેમ કે ત્યાં ગરમી ખૂબ ઓછા સમય માટે રહે છે. તેથી લોકો દરેક પળ આ ગરમીઓની મજા લે છે. આ સમયે અહીંયાના લોકો ખુબ લાંબી રજાઓ અને પાર્ટીઓ કરે છે. આ જ કારણ છે કે જો આ સમયમાં તમે ફિનલેન્ડના કોઈ નિવાસીને જોઈને સ્માઈલ આપશો તો તે પણ તમને સ્માઈલ આપશે.  

પહેલી નજરમાં કોઈ પણ વ્યક્તિ તમને ખુશ દેખાશે નહીં, પરંતુ આ જ સાચું માનો તો તે તમારી ભુલ છે. કારણકે ફક્ત 5.5 મિલિયન લોકોની જનસંખ્યાવાળા આ દેશ તેના પડોશી નોર્વેની સાથે સતત ખુશખુશાલ દેશ તરીકે વિકસી રહ્યો છે. આ વર્ષના યુનાઈટેડ નેશનના વર્લ્ડ હેપ્પીનેસના રિપોર્ટ 2018 પ્રમાણે ફિનલેન્ડે નોર્વેને પણ પાછળ મૂકી દીધું છે.     

આ રિપોર્ટને લોકો દ્વારા પોતાની ખુશહાલી, ભ્રષ્ટાચાર વિશે તેમના મંતવ્યો, ઉદારતા અને આઝાદી વિશેના વિચારો લીધા પછી તૈયાર કરવામાં આવ્યો છે. પણ એક તરફ જ્યાં આટલી બધી ખુશીનો માહોલ છે તો બીજી તરફ તેના રીત-રિવાજો વિશે પણ જાણવું ખૂબ જરૂરી છે, જે આ દેશની ખુશ મિજાજી અને ખુશી તેમજ તંદુરસ્તીનો રાઝ છે.  

ફિનલેન્ડ અંગે લેખિકા રૂમી નારાયણ કહે છે આ સંસ્કૃતિમાં દરેક વ્યક્તિનો અંગત આનંદ ખુબ મહત્વ ધરાવે છે અને લોકો તેમજ સમાજના વિકાસ સાથે  સીધો સબંધ રાખે છે. આ વિશે વધારે જાણવા માટેની સૌથી સારી રીત છે, ‘ટોવ જેન્સનના મોમિન કોમિક્સ’. સાચું કહું તો મોમિન કોમિક્સ પણ એક કારણ હતી જેના લીધે ફિનલેન્ડના રીત-રિવાજો વિશે જાણવાની મારી ઈચ્છા વધી હતી. આ સાથે આ મોમિન કોમિક્સે ફિનિશ લોકો અને તેમની સંસ્કૃતિને સમજવાનું સરળ કરી દીધું.

પુરા વિશ્વમાં જ્યાં ખામીઓને ખરાબી માનવામાં આવે છે, અહીં જેન્સન લોકોની ખામીઓ સાથે ઉભા રહે છે અને ગંભીર મુદ્દાઓ પર પોતાના હાસ્ય અને બુદ્ધિ તેમજ વિવેકના જોર પર તેને દૂર કરે છે. તેમનું અસ્તિત્વ જ્ઞાન આપતું નથી પણ જીંદગીના ઉતાર ચઢાવનો પ્રેમ અને સમ્માન સાથે કઈ રીતે સામનો કરી શકાય તે શિખવે છે.   

મોમિન કોમિક્સ આપણને આપણી સંસ્કૃતિ વિશે સચેત કરે છે. જ્યાંથી વ્યક્તિગત સુખ અને ભલાઈ વધે છે તેમજ અસુવિધા, અંધકાર અને વિરોધાભાસ દૂર થાય છે. આજના સમયમાં આપણું બધું જોર ખુશી પર હોય છે, પણ આપણે ભૂલી ગયા છીએ કે જીવનની કઠિનાઈઓ આપણને આ ખુશી માટે તૈયાર કરે છે. તે જણાવે છે કે કેવી રીતે આપણી આસપાસના લોકો સાથે આપણી ખુશી જોડાયેલી છે. કેવી રીતે આપણે વિરોધાભાસી જીંદગી જીવી રહ્યા છીએ. ભૂલ કોઈનાથી પણ શકે છે. ભુલ કરવી કોઈ ગુનો નથી.

આ પ્રકારના વિચારો, આ પ્રકારનું વાતાવરણ લોકોને આગળ વધવાની પ્રેરણા આપે છે. તેમનામાં આત્મવિશ્વાસ ભરે છે. આ અપ્રોચ ફિનલેન્ડમાં સામાન્ય છે. અહીંયા તે ખૂબ સામાન્ય બાબત છે કે એક અપરાધીને જે પોલીસવાળાએ પકડ઼્યો હોય તેનો છોકરો જે સ્કુલ કે ક્લાસમાં ભણતો હોય જ્યાં આ અપરાધીનો છોકરો ભણતો હોય. જ્યારે મેં પહેલી વખત આ જોયું ત્યારે હું આશ્ચર્યચકિત રહી ગઈ હતી. પણ પછી મને જણાવવામાં આવ્યું કે ફિનલેન્ડમાં માફ કરવાનું ખૂબ સરળ અને સસ્તુ છે.   

અહીંયા લોકોને હાઈ ટેક્સ ચૂકવવામાં કોઈ સંકોચ કે કઠણાઈ થતી નથી, કારણકે આ ટેક્સના પૈસાથી સરકાર તેમના બાળકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળુ શિક્ષણ અને સામાજીક ફાયદાવાળી સેવાઓ મફતમાં ઉપલબ્ધ કરાવે છે. ટેક્સ ડિટેઈલ અને સેલરી ડિટેઈલ ખૂબ સરળતાથી ઉપલબ્ધ થતી હોવાથી લોકોનો સરકાર પર ભરોસો વધે છે. ફિનલેન્ડની અર્થવ્યવસ્થામાં ભરોસો મહત્વનો છે. બે અપવાદજનક ઘટનાઓ સિવાય ખૂબ ઓછા કેસ છે જેમાં સરકાર દ્વારા છેતરપિડીં કરવામાં આવી હોય.  

ફિનલેન્ડની સફળતા પાછળની કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. 5.5 મિલિયન લોકસંખ્યા સમાન ભાષા, ઈતિહાસ, સંસ્કૃતિ અને જાતિ સાથે જોડાયેલા છે. લોકો દ્વારા મોટા પાયે સમરૂપ સમુદાયોમાં વિશ્વાસ બનાવવો ખૂબ સરળ છે. ઈતિહાસ, ભાષા, સંસ્કૃતિ અને જાતિના વિષયમાં જો વધારે વિવિધતા હશે તો આ જોવું ખુબ રસપ્રદ હશે કે હાલમાં રહેલો ડેટા કયા પ્રકારનું રૂપ ધરશે.  

વિશ્વાસ, આઝાદી અને સહયોગની આ જ સંસ્કૃતિ લોકોને સુરક્ષિત અનુભવ કરાવે છે અને ખુશ રાખે છે. તે પોતાના સમાજ અને સદસ્યોની સાથે એક મજબૂત સબંધ કાયમ કરે છે. અને જો હજી પણ તમે એવું વિચારી રહ્યા છો કે ફિનિશ લોકોના નજીકના મિત્રો ખૂબ ઓછા કેમ હોય છે. તો મોમિનની પંક્તિઓ તમારી આ પહેલીઓને કેવી રીતે સોલ્વ કરી શકે છે. ‘ખુબ વધારે મિત્રો હોવાની તકલીફ એ છે કે એક જ સમયે આ તમામ પ્રતિ નિષ્ઠા બતાવવી ખુબ મુશ્કેલ થઈ જાય છે’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp