Twitter અને એલન મસ્કની લડાઇમાં ભારતનું નામ કેમ આવ્યું? જાણો, મામલો શું છે

PC: businesstoday.in

એલન મસ્ક અને ટ્વીટરની ડીલ હવે કોર્ટમાં પહોંચી છે. કોર્ટમાં ડીલને કારણે નહી, પરંતુ ડીલ નહીં કરવાને કારણે કેસ ચાલી રહ્યો છે.ટ્વીટરે એલન મસ્કના આરોપો પર જવાબ આપવા માટે Delaware Chancery કોર્ટમાં કેસ ફાઇલ કર્યો છે. ટ્વિટર અને એલોન મસ્ક વચ્ચે ચાલી રહેલી આ લડાઇમાં હવે ભારતનું નામ આવી ગયું છે. ચાલો જાણીએ કે આ મામલે ભારતની ચર્ચા શા માટે થઈ રહી છે.

આ મામલો ટ્વિટર અને એલન મસ્ક વચ્ચે 44 બિલિયન ડોલરની ડીલ સાથે સંબંધિત છે. મસ્કે આ ડીલ કેન્સલ કરી દીધી છે, જે બાદ ટ્વિટર કોર્ટમાં પહોંચ્યું છે. 

આ મામલે બંને પક્ષો પોતપોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે. મસ્કે ટ્વિટર પર કેટલાક આરોપો લગાવ્યા છે. આ આરોપોમાં ભારત અને સરકાર સાથે ટ્વીટરની ખેંચતાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં, એલન મસ્કએ આ મામલામાં કહ્યું છે કે ટ્વિટર ખરીદવા માટે તેમની આંખોમાં ધૂળ નાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ટ્વીટર ભારત સરકાર સાથે ચાલી રહેલા કેસ અને તપાસ વિશે જણાવવામાં નિષ્ફળ ગયું છે. 

ટ્વિટરે તેના ત્રીજા સૌથી મોટા બજારને જોખમમાં મૂક્યું છે. કંપનીએ ભારત સરકારના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. મસ્કે પોતાના પ્રતિભાવમાં કહ્યું કે ભારતના IT મંત્રાલયે 2021માં કેટલાક નિયમો બનાવ્યા હતા.

આ નિયમોના કારણે સરકાર સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ સંબંધિત માહિતી માંગી શકે છે. આવું ન કરનારી કંપનીઓ સામે પણ કેસ દાખલ થઈ શકે છે. સરકારના નવા નિયમોના કારણે ટ્વીટરને તાજેતરના ભૂતકાળમાં ઘણી તપાસનો સામનો કરવો પડ્યો છે.

કારણ કે ટ્વીટર માટે ભારત ત્રીજું સૌથી મોટું બજાર છે. આવી સ્થિતિમાં, તપાસમાં ફસાવાને કારણે, ટ્વીટર સસ્પેન્ડ થઈ શકે છે અથવા તેની સેવામાં અવરોધ આવી શકે છે.

6 જુલાઈ 2022 ના રોજ, ટ્વીટર ભારત સરકાર વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યુ હતું, જ્યાં તેણે સરકારની માંગને પડકારી. એટલે કે, મર્જર કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ટ્વીટર તપાસ હેઠળ હતું અને તેણે સરકારને કાનૂની પડકાર આપ્યો છે.

એલન મસ્ક થોડા સમય પહેલા આ ડીલમાંથી ખસી જવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે ટ્વીટર પર આક્ષેપો કર્યા અને કહ્યું કે કંપની પ્લેટફોર્મ પર બોટ એકાઉન્ટની સંખ્યા નથી જણાવી રહી.

એલન મસ્ક દ્વારા કહેવામાં આવ્યું છે કે ટ્વીટર દ્વારા જાહેર કરાયેલા બોટ એકાઉન્ટ્સની સંખ્યા કરતાં પ્લેટફોર્મ પર વધુ બોટ એકાઉન્ટ્સ છે.

નોંધપાત્ર રીતે, ટ્વીટર આ ડીલને પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. એટલું જ નહીં,ટ્વીટર એલન મસ્ક વિરુદ્ધ કોર્ટમાં ગયું છે અને હવે બંને પક્ષો કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે.

આ ડીલની ટર્મમાં એવું પણ છે કે જો કોઈ પાર્ટી આ ડીલમાંથી પીછેહઠ કરે છે તો તેને 1 બિલિયન ડોલરની પેનલ્ટી ચૂકવવી પડશે. દંડ કોણ ભરશે અને આ ડીલ કેન્સલ થશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આવનારા સમયમાં બાબતો વધુ સ્પષ્ટ થઈ શકે છે. કારણ કે કોર્ટે હજુ સુધી પોતાનો નિર્ણય આપ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp