10  વર્ષથી કોમામાં રહેલી મહિલાએ આપ્યો બાળકને જન્મ, તપાસના આદેશ

PC: abclocal.go.com

અમેરિકાની એક હોસ્પિટલમાં 10 વર્ષથી કોમા રહેનારી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાને યૌન શોષણ સાથે જોડવામાં આવી છે. સવાલ એવા ઉઠી રહ્યા છે કે, જે મહિલા કોમામાં હોય તે કોઇને શારીરિક સંબંધ બનાવવા માટે કેવી રીતે સહમતિ આપી શકે.

રિપોર્ટ મુજબ મહિલા અમેરિકાના એરિજોના રાજ્યના એક શહેરમાં સ્થિત હેસિએન્ડા હેલ્થકેરમાં 10 વર્ષથી એડમીટ હતી. 29 ડિસેમ્બરના રોજ તેને પ્રસવ પીડા શરૂ થઈ હતી. ત્યાર બાદ સ્ટાફને કંઇ સમજ નહોતું આવી રહ્યું કે શું થઇ રહ્યું છે. પરંતુ ત્યાર બાદ ખબર પડી હતી કે, મહિલા પ્રૅગનન્ટ છે.

મહિલાએ છોકરાને જન્મ આપ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હોસ્પિટલનો સ્ટાફ પણ શંકાના દાયરામાં છે. આ ઘટનાને કારણે હોસ્પિટલમાં એડમીટ દર્દીઓની ચિંતા વધી ગઇ છે. બીજી બાજુ આ ઘટનાને ચારેય બાજુ ટીકા થઇ રહી છે.

આ મહિલા માટે એક NGOએ અવાજ ઉઠાવ્યો છે અને તેમણે માંગ કરી છે કે, હોસ્પિટલમાં કામ કરનારા તમામ પુરુષોનો DNA ટેસ્ટ કરાવવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp