'વર્ડ ઓફ ધ યર'ની સ્પર્ધામાં હતા 3 શબ્દો, 'ગોબ્લિન મોડ'ની જીત, જાણો અર્થ

PC: ewn.co.za

ઓક્સફર્ડ ડિક્શનરીઝે સોમવારે જણાવ્યું કે, એક ઓનલાઈન મતદાનમાં લોકોએ 'ગોબ્લિન મોડ'ને આ વર્ષનો શબ્દ પસંદ કર્યો છે. 'ગોબ્લિન મોડ'ની શબ્દકોશની વ્યાખ્યા મુજબ આ 'એક પ્રકારનો વ્યવહાર છે જેમાં વ્યક્તિ કોઈ પસ્તાવો કર્યા વગર સ્વ-આનંદી, આળસુ, કાદવવાળું અથવા લોભી હોય છે અને સામાન્ય રીતે એક રીતે જે સામાજિક ધોરણો અથવા અપેક્ષાઓનું ઉલ્લંઘન કરે છે.'

પહેલીવાર, આ વર્ષનો વિજેતા શબ્દ એક શબ્દસમૂહ અથવા કહેવત છે જેને ઓક્સફર્ડ ભાષાના શબ્દકોશ લેખકો દ્વારા પસંદ કરાયેલા ત્રણ અંતિમ શબ્દોમાંથી જનતાના મતના માધ્યમથી પસંદ કરવામાં આવ્યો છે. તેમાં 'ગોબ્લિન મોડ, મેટાવર્સ અને હેશટેગ આઈસ્ટેન્ડવિદ' સામેલ હતા.

ઓનલાઈન સર્વેમાં 'ગોબ્લિન મોડ'ને ખૂબ પસંદ કરવામાં આવ્યો અને 3,18,956 વોટની સાથે તે 93 ટકા લોકોની પસંદ રહ્યો. અમેરિકન ભાષાશાસ્ત્રી, કટારલેખક અને આ શબ્દ પસંદ કરનાર સમિતિમાં સામેલ રહેલા બેન ઝિમરે કહ્યું. 'મને લાગે છે કે, ગોબ્લિન મોડ ખરેખર સમયને અનુરૂપ શબ્દ છે તથા નિશ્ચિત રૂપથી 2022ની એક અભિવ્યક્તિ છે.'

તેમણે કહ્યું, 'લોકો નવી રીતે  સામાજિક નિયમોને જોઈ રહ્યા છે. આનાથી લોકોને સામાજિક નિયમોનું ઉલ્લંઘન કરવાનું અને નવી રીતોને અપનાવવાનું લાયસન્સ મળી જાય છે.' ઑક્સફર્ડ અંગ્રેજી શબ્દકોશના પ્રકાશક 'ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે' (OUP) જણાવ્યું કે, આ ત્રણેય શબ્દો એ મહત્વપૂર્ણ ચિંતાઓ, ખ્યાલો અને સ્થિતિઓને પ્રતિબિંબિત કરે છે જેને આપણે આ વર્ષે સહન કર્યું છે.

શબ્દ 'ગોબ્લિન મોડ' પહેલીવાર 2009મા ટ્વિટર પર જોવા મળ્યો હતો અને 2022મા લોકપ્રિય થયો જ્યાં દુનિયાભરમાં લોકો મહામારીને કારણે લાગુ કરાયેલ લોકડાઉનથી અનિશ્ચિતતાઓની સાથે ઉભર્યા. 'ઑકસફોર્ડ ભાષાઓના અધ્યક્ષ કૈસ્પર ગ્રેથવોલે જણાવ્યું હતું કે, 'આ વર્ષને જોતા અમે અનુભવ કર્યો કે, 'ગોબ્લિન મોડ'નો આપણા તમામ લોકો સાથે સંબંધ રહ્યો જ્યાં આપણે આ સમયે થોડા થાકેલા-હારેલા હોવાનો અનુભવ કરી રહ્યા છે.'

વર્ષનો શબ્દ છેલ્લા 12 મહિનાની 'નૈતિકતા, અંદાજ અને વ્યસ્તતાઓને પ્રતિબિંબિત કરે છે'. પહેલી વાર, આ વર્ષનો વિજેતા શબ્દ ઓક્સફર્ડ ભાષાના શબ્દકોશના લેખકો દ્વારા પસંદ કરાયેલા ત્રણ અંતિમ શબ્દોમાંથી જનતાના મતના માધ્યમથી પસંદ કરવામાં આવ્યો છે. આમાં 'ગોબ્લિન મોડ, મેટાવર્સ અને હેશટેગ આઈસ્ટેન્ડવિદ સામેલ હતા.

ગયા અઠવાડિયે મરિયમ-વેબસ્ટરે જાહેરાત કરી હતી કે, તેનો આ વર્ષનો શબ્દ 'ગેસલાઇટિંગ' છે. તેનો અર્થ થાય છે કોઈ વ્યક્તિને તેના પોતાના વિચારોની માન્યતા પર સવાલ કરવા માટે પ્રેરિત કરવાની શરતોથી અપનાવવામાં આવનારી મનોવૈજ્ઞાનિક યુક્તિઓ. ગત વર્ષનો ઓક્સફર્ડ શબ્દ 'વેક્સ' હતો, જ્યારે મરિયમ-વેબસ્ટરનો ગત વર્ષનો શબ્દ 'વેક્સિન' પસંદ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp