ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવતા દેખાયા દુનિયાના મોટા નેતાઓ, જુઓ વીડિયો

PC: ndtvimg.com

બ્રિટન, કેનેડા, ફ્રાન્સ અને નેધરલેન્ડના નેતાઓનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવતા દેખાઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ચારો દેશોના નેતા બુધવારે નાટો શિખર સંમેલન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની મીડિયા સાથે થયેલી લાંબી વાતચીત અંગે મજાક ઉડાવી રહ્યા હતા. આ વીડિયો મંગળવાર સાંજનો બ્રિટિશ હોસ્ટ કૈમરા પૂલે શૂટ કર્યો અને તેનું સબટાઈટલ કેનેડા સીબીસીએ લખ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વીડિયોમાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રોંને પૂછી રહ્યા છે, શું આ કારણે તમે મોડા આવ્યા છો? ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિ ટ્રૂડોએ કહ્યું હતું કે, તેમને મોડું એટલા માટે થયું કારણ કે તે 40 મિનિટથી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.

જણાવી દઈએ કે, આ પહેલા મંગળવારે ટ્રમ્પની સાથે ઈમૈનુએલ મૈક્રોંની વચ્ચે થયેલી બેઠક, મીડિયાની સાથે સવાલ-જવાબનો સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો, કારણ કે બંને જ નેતા નાટો રણનીતિ અને વ્યાપાર અંગે સાર્વજનિકરીતે અસહમત હતા. આ વીડિયોમાં મૈક્રોં, મીડિયાની સાથે વાતચીતનો એક કિસ્સો જણાવી રહ્યા છે. ત્યારબાદ, ચારેય નેતાઓ હસવા માંડે છે. જોકે, આ ક્લિપમાં કોઈએ પણ ટ્રમ્પનું નામ તો નથી લીધું, પરંતુ તેઓ જે વાતોને લઈને ચર્ચા કરી રહ્યા હતા તેને ટ્રમ્પ સાથે સંબંધિત માનવામાં આવી રહી છે.

આ વીડિયો અંગે અમેરિકી રાજનૈતિક વિશેષજ્ઞ ઈયાન બ્રેમરે પણ ટિપ્પણી કરી છે. તેમણે લખ્યું છે, ટ્રમ્પની સાથે આવું દરેક નાટો સંમેલનમાં થાય છે. દરેક G7 અને G20 સંમેલનમાં. અમેરિકી રાષ્ટ્રપતિની પીઠ પાછળ અમેરિકી સહયોગિયો દ્વારા મજાક ઉડાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp