હવે ટીવી પર ન્યૂઝ વાંચશે વર્ચ્યુઅલ એન્કર, ચીનનો નવો પ્રયોગ

PC: bbci.co.uk

ચીને ગુરુવારે એક વર્ચ્યુઅલ ન્યૂઝ રીડર રજૂ કર્યો. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી પર કામ કરે છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ બે મિનિટનો એક વીડિયો પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. દાવો છે કે, આ આર્ટિફિશિયલ ન્યૂઝ એન્કર એવી રીતે જ સમાચાર વાંચશે, જેવી રીતે ન્યૂઝ રીડર્સ વાંચે છે. તેનાથી પ્રોડક્શનનો ખર્ચ પણ ઘટાડી શકાશે. આ વર્ચ્યુઅલ એન્કરનો અવાજ, હોઠની હરકત અને હાવભાવ એકદમ રીયલ એન્કર જેવા જ છે.

24 કલાક કામ કરી શકે છે

શિન્હુઆના જણાવ્યા અનુસાર, વર્ચ્યુઅલ ન્યૂઝ એન્કર તેની વેબસાઈટ અને સોશિયલ મીડિયા ચેનલ માટે સતત 24 કલાક પણ કામ કરી શકે છે. તેમાં વધુ ખર્ચો પણ નથી આવતો. તે સમય-સમય પર બ્રેકિંગ ન્યૂઝ વાંચવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ વર્ચ્યુઅલ એન્કરને બનાવવામાં ચીની સર્ચ એન્જિન સોગોની મહત્ત્વની ભૂમિકા છે. તેણે શિન્હુઆ માટે આ ટેકનિક બનાવી છે. આ વર્ચ્યુઅલ એન્કર કોઈ રોબોટ કે માણસનું 3ડી ડિજીટલ મોડલ છે. તે એનિમેશન છે, જે અસલી માણસ જેવું જ દેખાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp