ભાજપના આ સાંસદે 4 મહિનામાં 25 કિલો વજન ઘટાડ્યું, યોગ દિવસ પર કરી અગ્નિ સાધના

PC: khabarplus.in

સમાજસેવા અને ફિટનેસને લઈને સતત ચર્ચામાં રહેતા રાજસ્થાનના ટોંક સાવાઈ માધોપુરના ભાજપના સાંસદ સુખબીરસિંહ જૌનાપુરિયાએ યોગ દિવસ નિમિતે અગ્નિ સાધના કરી છે. આ દિવસે તે મડબાથ, જીમમાં કસરત તથા શંદનાદ સહિત યોગ ક્રિયાઓ કરીને દેશની પ્રજાને ફિટ રહેવા માટે સંદેશો આપે છે. રાજસ્થાનની ભીષણ ગરમીમાં તે પોતાની ચારેય બાજું અગ્ની પ્રગટાવીને અગ્નિ સાધના કરે છે.

સામાન્ય રીતે આ માત્ર ઋષિમુની અને સાધુ-સંતની સાધનાનો એક ભાગ હોય છે. પણ ટોંક સવાઈ માધોપુરના ભાજપ સાંસદ સુખબીર જૌનાપુરિયાએ અગ્નિ સાધના કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. સાંસદે સંદેશો આપ્યો કે, જીવનમાં ફીટ રહેવું ખૂબ જરૂરી છે. તેથી તેઓ વહેલી સવારે 3થી 4 કલાક સુધી દરરોજ યોગા, જીમ તથા સાધનામાં સમય પસાર કરે છે. જેના પરિણામે તેમણે છેલ્લા ચાર મહિનામાં 25 કિલો વજન ઘટાડ્યું છે. સાસંદના ઘરમાં એ મોટું જીમ છે. એના દિવસની શરૂઆત આ જીમથી થાય છે. પહેલા સાયકલિંગ પછી વૉકિંગ અને યોગ સાધના કરી તેઓ ફીટ રહે છે. તેઓ યુવાઓને સંદેશ આપતા કહે છે કે, દેશની ભાવિ પેઢી સાથે આપણે સૌએ ઓછામાં ઓછી 1થી 2 કલાકનો સમય વીતાવવો જોઈએ.

જેથી આપણે સૌ જીવમમાં સ્વસ્થ રહી શકીએ. આ વર્ષે છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પ્રકારે એકતા દિવસ છે. વિશ્વબંધુત્વના સંદેશનો દિવસ છે. કોરોના વાયરસના આ કપરા સમયામાં દુનિયાભરના લોકોમાં યોગને લઈને એક ઉત્સાહ છે. યોગ દિવસની શરૂઆત તા. 21 જૂન 2015ના રોજ થઈ હતી.

આ વખતે યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્થ, યોગા ફ્રોમ હોમ રાખવામાં આવી છે. આ વખતે આયુષ મંત્રાલયે લેહમાં મોટાપાયે યોગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પણ કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાને લઈને આ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. વારાણસીમાં યોગ દિવસ નિમિતે ગંગાઘાટ પર NDRFના જવાનોએ યોગ કર્યા હતા. બીજી તરફ ITBPના જવાનોએ લદ્દાખના ખારદુંગ લા માં બરફની ચાદર પર 18000 ફૂટની ઊંચાઈ પર યોગા કર્યા હતા. દર વર્ષે એક અલગ થીમ પર યોગા કરવામાં આવે છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp