21મી જૂને વિશ્વ યોગ દિવસના ભાગરૂપે Home Yoga with Familyનો કન્સેપ્ટ

PC: globalfamilyyoga.com

યુગો યુગોથી ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગની સ્વીકૃતિ સમગ્ર વિશ્વએ કરી છે ત્યારે આવતીકાલ 21 જૂનને વિશ્વ યોગ દિવસમાં સુરત શહેર-જિલ્લાના લોકો ઘરે યોગ કરીને આપણી તરીકે જાહેર કરતાં સને 2015ના વર્ષથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

21 જૂન, 2020ના રોજ છઠ્ઠા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે યોજાનાર કોમન યોગ્ય પ્રોટોકોલ (CYP) મુજબ non-congregative (એકત્રીત થયા વગર) Home Yoga with Familyના કન્સેપ્ટ અપનાવી, એક ઈન્ડોર પ્રવૃત્તિ તરીકેના યોગ સેશનમાં સવારે 7.00 કલાકથી ટેલિવીઝન તેમજ સોશિયલ મીડિયા ઉપર શહેરની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓના અધિકારીઓ / કર્મચારીઓ, શહેરના વિવિધ કલબો-મંડળોના હોદ્દેદારો તથા યોગપ્રેમી નગરજનોએ પોતાના ઘરેથી યોગ કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે.

માન.વડાપ્રધાનના તા.31/05/2020ના મનકી બાત કાર્યક્રમમાં જણાવ્યા મુજબ 'My Life My Yoga' વિષય ઉપર 03 મિનિટના સમયગાળાનો 03 યોગીક ક્રીયાઓ સાથેનો Short Video Message બનાવી આયુષ મંત્રાલયની વેબસાઈટ https://yoga.ayush.gov.in/yoga ઉપર તથા અન્ય બે ચેનલ (1) The

MyGov Platform અને (2) https://mylifemyyoga2020.com પર અપલોડ કરી ભાગ લેવાનો રહેશે. (કોન્ટેસ્ટ જીતનાર માટે માન.વડાપ્રધાન દ્વારા 25,000/- થી રૂા.1,00,000/-ની વિવિધ શ્રેણીમાં ઈનામ જાહેર કરાયેલું છે.)

આ વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ઘરે જ રહી પરિવાર સાથે યોગ કરીશું, કોરોનાને હરાવીશું જનજાગૃતિ અભિયાન અંતર્ગત કોરોના સામેની લડાઈમાં યોગ એ અમોઘ અને શકિતશાળી શસ્ત્ર સમાન યોગના મહત્વને ઉજાગર કરતા શારીરિક, માનસિક અને વૈચારીક તંદુરસ્તી પ્રદાન કરતી યોગ વિઘાને દૈનિક જીવનમાં સામેલ કરી જીવનને ઉત્તમોત્તમ બનાવવા તથા તંદુરસ્ત આનંદમય જીવન જીવવા યોગનું મહત્વ સ્વીકારી તેને જીવન શૈલીનો એક ભાગ બનાવી અન્ય લોકોને પણ નિરોગી તંદુરસ્ત જીવન જીવવા યોગ માટે પ્રેરિત કરવા નગરજનોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp